Breaking

Post Top Ad

Your Ad Spot

Tuesday, November 3, 2020

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રા)ની કામગીરીની સમીક્ષા કરતાં જિલ્‍લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી



 

:: જિલ્‍લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીના અધ્‍યક્ષસ્‍થાને મહીસાગર જિલ્‍લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રા) અંતર્ગત ચાલતાં કામોની પ્રગતિ તથા આત્‍મનિર્ભર ભારત યોજના હેઠળ ચાલતી કામગીરીની  સંબંધિત અધિકારીઓ સાથે તાજેતરમાં સમીક્ષા બેઠક યોજાઇ ગઇ.

          બેઠકમાં જિલ્‍લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીએ સંબંધિત અધિકારીઓ પાસેથી વર્ષ ૨૦૧૯-૨૦માં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રા) હેઠળ મંજૂર કરવામાં આવેલ આવાસોની પ્રગતિ વિશે જાણકારી મેળવી આ કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જોવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. જયારે આત્‍મનિર્ભર ભારત યોજના પર ચર્ચા કરી સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન પુરૂં પાડયું હતું.

          આ બેઠકમાં જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકશ્રી, સંતરામપુર, ખાનપુર અને કડાણા તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને તલાટીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot