મહીસાગર જિલ્લા પંચાયત હોલ ખાતે નિવાસી અધિક કલેક્ટરશ્રીનાઅધ્યક્ષ સ્થાને વિવિધ વિભાગના
અધિકારીશ્રીઓ/કર્મચારીઓ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ કાર્યક્રમ યોજાયો
ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (GSDMA) ગાંધીનગર, મહીસાગર જિલ્લા કલેક્ટર
કચેરી તથા જિલ્લા પંચાયત મહીસાગર અને બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા સંયૂકત
ઉપક્રમે મહીસાગર જિલ્લાના વિવિધ વિભાગ જેવા કે પંચાયતી રાજ, શિક્ષણ ,શહેરી અને ગ્રામ વિકાસ તથા આરોગ્ય વિભાગના
અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગેની ૨૦ દિવસની અલગ - અલગ
વિભાગની તાલીમ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ છે.જે અંતર્ગત શરૂ થતા તાલીમ
કાર્યક્રમ નો સવારે ૧૦:૩૦ કલાકે જિલ્લા
પંચાયત હોલ ખાતે નિવાસી
અધિક કલેક્ટરશ્રી શ્રી આર.આર ઠક્કરનાવરદ્ હસ્તે દિપ
પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં
આવ્યો હતો અને અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ
કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. પ્રથમ
દિવસની તાલીમમાં શિક્ષણ વિભાગના
અધિકારીશ્રીઓ/કર્મચારીઓ ને આપત્તિ વ્યવસ્થાપનમાં રાખવાની તકેદારી અંગેની
તાલીમ આપવામાં આવી હતી.જેમાં શાળાઓમાં આપત્તિ અંગેની સલામતીના પાઠ શીખવવામાં આવશે.
આ તાલીમ કાર્યક્રમમાં નિવાસી
અધિક કલેક્ટરશ્રી શ્રી આર.આર ઠક્કરેજણાવ્યું હતુ કે
આવતી કુદરતી આફતોને આપણે રોકી નથી શકતા પણ આફતોનો સામનો કરી આપત્તિ વ્યવસ્થાપન કરી
તેમાં થનાર નુકશાનને આપણે ઓછું કરી શકીએ આફતી સમયે શું કરવું તેની જાણકારી
માટે આ તાલીમ કાર્યક્રમો વિવિધ વિભાગના
અધિકારીશ્રીઓ/કર્મચારીઓ માટે ઘણાં ઉપયોગી નિવડશે વધુમાં નિવાસી અધિક કલેક્ટરશ્રીએ જણાવ્યું કે કોરોના સમયમાં ફરજીયાત
માસ્ક પહેરવું,સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને
વારંવાર હાથ સાફ રાખવા પર ખાસ ભાર મુકયો હતો.
આ તાલીમમાંજિલ્લા
પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીવાય એચ પટેલ, પ્રાથમિક શિક્ષણ
અધિકારીશ્રી કિરીટભાઇ પટેલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ
ડિ.પી.ઓશ્રી જિગર મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.
No comments:
Post a Comment