Breaking

Post Top Ad

Your Ad Spot

Monday, November 2, 2020

લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં આ વખતે ૫,૫૮૫ યુવા મતદારો સૌ પ્રથમ વાર મતદાન કરશે


 

લીંબડી વિધાનસભા મતદાર વિભાગની પેટા ચૂંટણી અન્વયે હાથ ધરાનાર મતદાન પ્રક્રિયામાં ૧૮ થી ૧૯ વર્ષના ૩,૯૫૦ પુરુષ અને ૧,૬૩૫ સ્રી મતદારો મળી કુલ ૫,૫૮૫ યુવા મતદારો સૌ પ્રથમ વાર મતદાન કરશે. તેની સામે આ મતદાર વિભાગમાં રહેલા ૨૧ પુરુષ અને ૨૬ સ્ત્રી મતદારો મળી કુલ ૪૭ શતાયુ મતદારો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

આ પેટા ચૂંટણી અંતર્ગત વય મર્યાદા આધારે મતદાતાઓની ગણતરી કરીએ તો આ મતદાર વિભાગમાં ૨૦ થી ૨૯ વર્ષના ૩૬,૬૭૬ પુરુષ અને ૨૮,૩૦૧ સ્રી તથા ૨ અન્ય મતદારો મળી કુલ ૬૪,૯૭૯ મતદાર તેમજ ૩૦ થી ૩૯ વર્ષના ૩૬,૪૪૧ પુરુષ અને ૩૨,૦૯૩ સ્ત્રી મતદારો સહિત ૨ અન્ય મતદાર મળી કુલ ૬૮,૫૩૫ મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જ્યારે ૪૦ થી ૪૯ વર્ષના ૨૭,૧૧૨ પુરુષ અને ૨૫,૦૮૨ સ્ત્રી મતદાર મળી ૫૨,૧૯૪ મતદારો તથા ૫૦ થી ૫૯ વર્ષના ૧૯,૬૧૩ પુરુષ મતદાર અને ૧૮,૭૭૭ મતદાર મળી કુલ ૩૮,૩૯૦ મતદારો મતદાન કરશે.

આ ઉપરાંત સિનીયર સિટીઝન એટલે કે, ૬૦ થી ૬૯ વર્ષના ૧૧,૮૩૪ પુરુષ અને ૧૧,૯૧૧ મતદાર મળીને કુલ ૨૩,૭૪૫ મતદારો અને ૭૦ થી ૭૯ વર્ષના ૫,૮૮૨ પુરુષ મતદાર અને ૭,૪૨૨ સ્ત્રી મતદાર મળી ૧૩,૩૦૪ મતદાર મતદાન કરશે.

નોંધનીય છે કે, આ મતદાર વિભાગમાં ૮૦ થી ૮૯ વર્ષના ૧,૭૦૨ પુરૂષ અને ૨,૪૬૬ સ્ત્રી મતદાર મળી ૪,૧૬૮ મતદાર અને ૯૦ થી ૯૯ વર્ષના ૨૧૯ પુરૂષ તથા ૪૭૬ સ્ત્રી મતદાર મળી કુલ ૬૯૫ મતદારો મળી આ પેટા ચૂંટણી દરમ્યાન કુલ ૧,૪૩,૪૫૦ પુરુષ અને ૧,૨૮,૧૮૮ સ્ત્રી મતદાર મળીને કુલ ૨,૭૧,૬૪૨ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot