Breaking

Post Top Ad

Your Ad Spot

Sunday, November 29, 2020

માસ્ક નહીં પહેરવા બદલ એક સપ્તાહમાં પોલીસે ફટકાર્યો લાખોમાં દંડ,


 કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે રાજય સરકાર દ્વારા લાદવામાં આવેલા નાઈટ કર્ફ્યૂના પાલન કરવાની સાથે ફરજીયાત ફેસ માસ્કના કાયદાનો કડક અમલ શરુ કર્યો છે. છેલ્લા એક સપ્તાહમાં પોલીસે આશરે પાંચ હજાર જેટલા શહેરીજનો પાસેથી ફેસ માસ્ક નહિં પહેરવા બદલ અડધા કરોડ રુપીયા દંડ વસૂલ્યો હોવાનું જાણવા મળે છે.

ગત માર્ચ માસથી દેશભરમાં લોક ડાઉનની સ્થિતિ હતી. જુલાઈ મહિનાથી આપવામાં આવેલી અનલોકની છુટછાટ વચ્ચે રાજયમાં ૮ વિધાનસભા બેઠકોની પેટા ચુંટણી ઉપરાંત દિવાળી પર્વની ઉજવણી થઈ હતી. ત્યાર બાદ રાજયમાં કોરોનાની સ્થિતિ વધુ વણસી શકે છે તેવી ભીતી વચ્ચે રાજય સરકાર દ્વારા વડોદરા સહીતના મહાનગરોમાં નાઈટ કર્ફ્યૂની ઘોષણાં કરી હતી. ગત શનિવારથી પોલીસ દ્વારા રાતે ૯ થી વહેલી સવારે ૬ સુધી નાઈટ કર્ફ્યૂનો અમલ થઈ રહયો છે.

નાઈટ કર્ફ્યૂના અમલની સાથે પોલીસ દ્વારા ફરજીયાત ફેસ માસ્કના કાયદાનું પણ કડક રીતે પાલન કરવામાં આવે છે. તા. ૨૭ અને ૨૮મી નવેમ્બર આમ બે દિવસના સમયગાળામાં ૨,૮૦૦થી વધુ લોકો પાસેથી રૃ. ૨૮ લાખથી વધુ રકમ દંડ સ્વરુપે વસુલી છે. છેલ્લા એક અઠવાડિયામાં પાંચ હજારથી વધુ શહેરીજનો પાસેથી માસ્ક નહિં પહેરવા બદલ રૃ. ૫૦ લાખનો દંડ વસૂલ કર્યો છે. પોલીસ તંત્ર તરફથી સત્તાવાર રીતે જાહેર કરાયેલી યાદી પ્રમાણે તા.૨૮મીએ નાઈટ કર્ફ્યૂ ભંગ બદલ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ૨૮ જણાંની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી.

નાક નીચે માસ્ક ઉતરી જાય તો પણ દંડ વસૂલાતા રોષ

લોક ડાઉનકાળમાં દરેક વર્ગના લોકોની હાલત કફોડી બની છે અને તેમાંય મધ્યમ વર્ગને સૌથી વધુ અસર થઈ છે. ઘણાં લોકો તરફથી એવી ફરીયાદો મળી રહી છે કે, માસ્ક પહેર્યુ હોય અને નાકથી થોડુક પણ માસ્ક ઉતરી ગયુ હોય તો પણ પોલીસ દ્વારા રસીદ આપવામાં આવે છે અને રૃ. ૧ હજારનો દંડ વસૂલ કરવામાં આવે છે. હાલમાં આખડ તારીખના સમયે ઘણાં કિસ્સા એવા પણ બન્યા છે કે લોકો પાસે દંડ ભરવાના પણ પૈસા હોતા નથી પોલીસ દ્વારા આડેધડ રીતે ઉઘરાવાતા દંડના કારણે લોકોમાં રોષ ફેલાયો છે.

પોલીસ દુકાનોમાં ઘ્સીને વેપારીઓને દંડ ફટકારે છે

રવિવાર અને સોમવારે શહેરના મોલ મલ્ટીપ્લેકસ અને મોટા બજારો બંધ કરાવ્યા છે પરંતુ આ પહેલાથી જ બજારમાં મંદીનો માહોલ છે. દિવાળી પર્વમાં માત્ર રેડીમેઈડ કપડા અને બુટ ચંપલનો ધંધો ચાલ્યો હતો. ધંધા રોજગાર ઉપર માઠી અસર પડી હતી. પોલીસ કર્મચારીઓ દુકાનોમાં ઘુસી જાય છે અને આડેધડ દંડ વસૂલ કરી રહી છે.

પોલીસે એક અઠવાડિયામાં ૧૫૦થી વધુ કરફ્યૂ ભંગના ગુના નોંધ્યા, ૨૦૦થી વધુની અટકાયત કરી

શહેરમાં કોરોના વાઈરસના વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં લઈ રાતે ૯ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી કફર્યુ લાદવામાં આવ્યો છે. જ્યારે શહેરની અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારને કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવી છે. કારણે કે, કોરોના વાઈરસ માત્ર શહેરમાં જ પ્રવેશે છે અને તે પણ રાત્રીના જ સમયે, તેવું સરકારમાં બેઠેલા નેતાઓ માને છે. સરકારના આદેશ મુજબ પોલીસે પણ રાત્રી કફર્યુનો કડક અમલ શરૃ કરાવી દીધો છે. જેમાં પહેલા જ દિવસે પોલીસે વ્યાજબી કારણ વગર  ઘરમાંથી બહાર નીકળેલાં ૬૦ જણાં વિરુધ્ધમાં કર્ફ્યૂ ભંગ મુજબ  કાર્યવાહી કરી હતી. જે બાદ ગત રવિવારેે કર્ફ્યૂ ભંગના ૩૫ ગુના નોંધ્યા હતા. ત્યારબાદ પોલીસ દ્વારા રોજ સરેરાશ કર્ફ્યુ ભંગના ૧૫થી ૩૦ ગુના દાખલ કરવામાં આવી રહ્યાં છે. એક અઠવાડિયામાં જ જુદા – જુદા પોલીસ મથકોમાં દોઢથી વધુ કફર્યુ ભંગના ગુના નોંધાયા છે. જેમાં ૨૦૦ની આસપાસ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot