Breaking

Post Top Ad

Your Ad Spot

Tuesday, November 3, 2020

કડી માર્કેટયાર્ડ દશ હજાર બોરી ડાંગર અને 5 હજાર બોરી એરંડાથી છલકાયું



 કડી માર્કેટયાર્ડ ત્રણ દિવસની જાહેર રજા બાદ સોમવારે ઉઘડતી બજારે ડાંગરની 10 હજાર ઉપરાંત બોરીની આવકથી છલકાયું હતું. ડાંગરના ભાવ મણ દીઠ રૂ.270થી 340 સુધીના સારા માલના ભાવ મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 10 દિવસથી માર્કેટયાર્ડમાં રોજ ચારથી પાંચ હજાર બોરી ડાંગરની આવક થતી હોવાનું ઈન્ચાર્જ સેક્રેટરી કમલેશ ત્રિવેદીએ જણાવ્યું હતું. કોરોના મહામારીના સંકટમાં કૃષિક્ષેત્ર ખેડૂત સહિત અન્ય સ્થાનિક ધંધાર્થીઓ માટે તેજી- મંદીનું કેન્દ્ર રહ્યું છે. ધાન્યપાકોના બજારભાવ અને તેની આવક પર આગામી દિવાળી સિઝનનો મદાર રહેલો છે.

એરંડાના રૂ.900 સુધીના ભાવ પડ્યાછેલ્લા કેટલાક મહિના એરંડો રૂ.700 થી 800ના ભાવ વચ્ચે રમી રહ્યો હતો. ખેડૂતો અને વેપારીઓ એરંડાના ભાવ પર નજર રાખીને બેઠા હતા. કડી યાર્ડમાં એરંડાએ છેલ્લા 10 દિવસમાં રૂ.50ના વધારા સાથે રૂ.900ની સપાટી વટાવી હતી.યાર્ડમાં સોમવારે 5 હજાર બોરી આવક થઈ હતી અને મણના રૂ.900 સુધીના ભાવ પડતાં આગામી દિવસોમાં આવકમાં વધારો થશે તેવું વેપારીઓનું અનુમાન છે.

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot