પંચમહાલ જિલ્લાના ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ. ભરાડા સાહેબશ્રી નાઓએ પોલીસ અધિક્ષકશ્રી ડૉ. લીના પાટીલ સાહેબ નાઓએ ગુજરાત અસામાજીક પ્રવૃત્તિઓ નિવારણ (સુધારણા) વટહુકમ ૨૦૨૦ મુજબ પાસા હેઠળના અટકાયતી પગલા લેવા જણાવેલ હોય જે અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ’જુગારનો અડ્ડો ચલાવનાર ઇસમ’’ ઉપરાંત ’’ભયજનક વ્યક્તિ’’ ઉપર પાસા તથા તડીપારની અસરકારક અટકાયતી પગલા લેવા માટે કાર્યવાહી કરવા સારૂ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ડી.એન. ચુડાસમા એલ.સી.બી. ગોધરા નાઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ તે સુચના અને માર્ગદર્શન મુજબ અત્રેના જિલ્લાના ગોધરા શહેરમાં રહેતા મોહંમદ સફી અબ્દુલ બદામ રહે.શેખ મજાવર રોડ આશીયાના સોસાયટી ગોધરા મુળ રહે.ગેની પ્લોટ આદમ મસ્જીદ પાસે ગોધરા નાઓ વિરૂધ્ધમાં ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કુલ-૧૦ ગુનાઓ દાખલ થયેલ હતા.
જેથી ઉપરોકત ઇસમની જાહેર સમાજમાં ગેરકાયદેસર પ્રવૃતી કરતો અટકાવવા તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગે ’’જુગારનો અડ્ડો ચલાવનાર ઇસમ’’ ઉપરાંત ’’ભયજનક વ્યક્તિ’’ તરીકે પાસાધારા હેઠળ કાર્યવાહી કરવા સારૂ પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી ડૉ. લીના પાટીલ સાહેબ નાઓની સુચના અને માર્ગદશર્ન મુજબ પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.એન. ચુડાસમા એલ.સી.બી. ગોધરા નાઓએ તેના વિરૂધ્ધમાં પાસાની દરખાસ્ત તૈયાર કરી મે. જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પંચમહાલ ગોધરા નાઓને મોકલી આપેલ હતી.
જે આધારે ઉપરોકત ઇસમને અંકુશમાં લેવા પાસાધારા હેઠળ અટકાયત લેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરવાનો હુકમ શ્રી અમિત અરોરા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પંચમહાલ, ગોધરા નાઓ તરફથી મળતા પોલીસ ઇન્સ્પેકટરશ્રી ડી.એન. ચુડાસમા એલ.સી.બી. ગોધરા તથા પોલીસ સ્ટાફના માણસોએ ઉપરોકત ઇસમ મોહંમદ સફી અબ્દુલ બદામ રહે.શેખ મજાવર રોડ આશીયાના સોસાયટી ગોધરા મુળ રહે.ગેની પ્લોટ આદમ મસ્જીદ પાસે ગોધરા જી.પંચમહાલ નાઓને ગુજરાત સરકાર દ્વારા પાસા ના કાયદા મા કરેલ નવા સુધારણા વટહુકમ-૨૦૨૦ અન્વયે પાસા વોરંટની બજવણી કરી અટકાયત કરી મધ્યસ્થ જેલ લાજપોર સુરત ખાતે મોકલી આપવામાં આવેલ છે.
અહેવાલ, અજયસિંહ ચૌહાણ
No comments:
Post a Comment