કાલોલ તાલુકાના નાંદરખા પાસેથી પસાર થતાં હાલોલ-ગોધરા રોડ પરની સહયોગ હોટલની બાજુમાં આવેલ વેજલપુરના સર્વે નંબર ૧૩૩/૧ પૈકી ૧ જે બિન ખેતીનો હેતુ થી સિમેન્ટ પાઈપ અને બ્લોક બનાવવાના હેતુથી તાલુકા વિકાસ અધિકારી પાસેથી પરવાનગી લેવામાં આવી હતી. જેમાં દસ દિવસ પહેલાં જ ગેરકાયદેસર બાયોડિઝલ પંપ ઊભો કરી સાદીક તૈયબ ઈસુફ ગોરા દ્વારા ગેરકાયદેસર પંપ ચલાવાતો હોવાનું ગોધરા પુરવઠા વિભાગ ને જાણવાં મળતાં ગોધરા પુરવઠા મામલતદાર બાબુભાઈ પરમાર તેમજ એ.સો.જી. પી.આઈ તેમજ કાલોલ નાયબ મામલતદાર પુરવઠા મનોજ મિશ્રા, નાયબ મામલતદાર પુરવઠા ગોધરા એમ.એસ.સુથાર, તેમજ વેજલપુર સ્થાનીક પોલીસ સંયુક્ત ટીમ દ્વારા હાઈવે ઉપર આવેલ બાયોડિઝલ પંપ પરથી ૪૮૦ લીટર જે રૂા. ૨૬,૪૦૦/- નો બાયોડિઝલ, બે ટેન્ક, બે આઉટલેટ સીલ કરવામાં આવ્યું હતું.જે કોઈ રેકર્ડ વગર બે ટેન્ક અને બાયોડિઝલ નો કોઈ પણ પ્રકારના સ્થળ પરથી બીલ મળેલ ન હતાં.જેનાં કારણે સંપૂર્ણ પંપ સીલ કરી જિલ્લા પુરવઠા વિભાગે વધું કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટર:-ભાવિનભાઈ પરમાર
પંચમહાલ
No comments:
Post a Comment