આણંદ – સોમવાર :: રાજય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા યુવાનોને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાત રાજય યુથ એવોર્ડ આપવામાં આવે છે.
ગુજરાત રાજય યુથ એવોર્ડ અંતર્ગત મૂળ
ગુજરાતના વતની હોય તેવા ૧૫ થી ૨૯ વર્ષની વયજૂથના યુવાનો કે જેઓએ ઓછામાં ઓછા પાંચ
વર્ષ સમાજ સેવા અને રાષ્ટ્ર નિર્માણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય જેવી કે
સ્વચ્છ ભારત અભિયાન, જળ બચાઓ અભિયાન, પ્રદૂષણ નિયંત્રણ, વૃક્ષારોપણ, બાળ પોષણ
અભિયાન, રાજય તેમજ સમાજ સેવા અંગેના બીજા ફલેગશીપ કાર્યક્રમોમાં બિરદાવી શકાય તેવા
ઉત્તમ કાર્યો કર્યા હોય તેવા યુવાનો ગુજરાત રાજય યુથ એવોર્ડ મેળવવા માટે અરજી કરી
શકે છે.
ગુજરાત રાજય યુથ એવોર્ડ મેળવવા ઇચ્છતા
યુવાનોએ પોતાના બાયોડેટા સાથે કરેલ ઉત્કૃષ્ટ કામગીરી અંગેના પુરાવા તથા તે
અંગેના ફોટોગ્રાફસ સાથેની અરજી તા. ૧૯/૧૨/૨૦૨૦ સુધીમાં આણંદ ખાતેની બોરસદ ચોકડી
પાસેના જૂના જિલ્લા સેવા સદનના ત્રીજા માળે રૂમ નં.૩૦૭માં આવેલ જિલ્લા રમતગમત
અધિકારીની કચેરીને મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે.
No comments:
Post a Comment