Breaking

Post Top Ad

Your Ad Spot

Tuesday, November 3, 2020

IPLની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં 3 જણ ઝડપાયા



મહેસાણાના હબટાઉન સ્થિત નવનાથ પાન પાર્લરમાં ક્રિકેટસટ્ટો રમતા ત્રણ શખ્સોને પોલીસે શનિવારે સાંજે રેડ કરી રૂ.30,630ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પૂછપરછમાં સોફ્ટવેર આપનાર એક શખ્સ હાજર ન હોઇ કુલ ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.દુબઇ ખાતે શનિવારે સાંજે આઇપીએલમાં સનરાઇઝ દિલ્હી અને મુંબઇની મેચ પર ટીવી ઉપર જીવંત પ્રસારણ દરમિયાન હબટાઉનમાં અમરત સથવારા તેના પાનપાર્લરમાં બહારથી માણસો બોલાવી સટ્ટાબેટિંગનો જુગાર રમાડતો હોવાની બાતમી મળતાં બી ડિવિઝન પોલીસે રેડ કરી હતી.

પોલીસે એલઇડી ટીવી રૂ.10 હજાર, ત્રણ મોબાઇલ રૂ.20 હજાર, સેટઅપ બોક્ષ રૂ.500, 2 રીમોટ, રોકડ મળી કુલ રૂ.30,630ના મુદ્દામાલ સાથે અમરત ભરતભાઇ સથવારા (રહે. મહાદેવવાળો, સથવારાવાસ, આઝાદચોક), નિકુંજ વિનોદભાઇ શાહ (રહે. એફ/6 કૃષ્ણધામ ફ્લેટ, ગાયત્રી મંદિર રોડ), કરણ ભુપેન્દ્રભાઇ મોદી (રહે. ટી/16 રામલખન ફ્લેટ ધરમ સિનેમા રોડ, મહેસાણા)ને પકડી લીધા હતા. જ્યારે તેમની પૂછપરછમાં સટ્ટાબેટિંગમાં સોફ્ટવેર ભાવિન વિપુલચંદ્ર મોદીએ આપ્યું હોવાનું ખુલ્યું હતું. પોલીસે ચારેય સામે ફરિયાદ નોંધી હતી.

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot