Breaking

Post Top Ad

Your Ad Spot

Monday, November 2, 2020

મતદાન કરવા માટે COVID -19 Containment Areaના નિયંત્રણોમાંથી મુક્ત કરવા બોટાદ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ બહાર પાડયું જાહેરનામું


 

હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ COVID-19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર દ્વારા તેમના તા.૧૩/૦૩/૨૦૨૦ ના જાહેરનામાથી ધી ગુજરાત એપીડેમીક ડીસીઝ COVID-19 રેગ્યુલેશન્સ – ૨૦૨૦ જાહેર કરેલ છે. સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા COVID-19  ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવેલ છે. આ બાબતે ભારત સરકારશ્રીના ગૃહ મંત્રાલયના તા.૨૭/૧૦/૨૦૨૦ ના આદેશથી COVID -19 Containment Area તરીકે જાહેર કરવામાં આવેલ વિસ્તારોમાં લોકડાઉનની અવધિ તા.૩૦/૧૧/૨૦૨૦ સુધી લંબાવવામાં આવેલ છે જે અન્વયે તા.૧૨/૧૦/૨૦૨૦ ના હુકમ નં.ડીએમ/વશી/કોવીડ-૧૯/૧૦૨૦૯ થી ૧૦૨૩૮/જાહેરનામા/હુકમ/૨૦૨૦ ના જાહેરનામાથી બોટાદ જિલ્લામાં COVID -19 Containment Area તરીકે જાહેર કરવામાં આવેલ લોકડાઉનની અવધિ તા.૩૦/૧૧/૨૦૨૦ સુધી અમલી રહે છે.

        બોટાદ જિલ્લામાં COVID-19 ના સંક્રમણને નિયંત્રિત કરવા માટે તકેદારીના ભાગરૂપે લોકોની અવર-જવરને નિયંત્રીત કરવા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ – ૨૦૦૫ ની કલમ-૨૬(૨), ધી એપીડેમીક ડીસીઝ એક્ટ – ૧૮૯૭ ની કલમ-૨ નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ- ૨૦૦૫ ને કલમ-૩૦ તથા કલમ – ૩૪ હેઠળ બોટાદ જિલ્લામાં તા.૧૨/૧૦/૨૦૨૦ ના હુકમ નં.ડીએમ/વશી/કોવીડ-૧૯/૧૦૨૦૯ થી ૧૦૨૩૮/જાહેરનામા/હુકમ/૨૦૨૦ ના જાહેરનામાથી અમલી બનતા ગઢડા તાલુકાના આરોગ્ય વિભાગ દ્વારા મળેલ યાદીમાં સમાવેશ UPHC ગઢડામાં ગોપીનાથ સોસાયટી, (રોકી નિત્યાનંદ ઘોસ હાઉસ), ગઢડા, પટેલ ગેસ એજન્સી પાસે(જીગ્નેશભાઈ સામજીભાઈ મકવાણા હાઉસ) ગઢડા,  મોહનનગર (અર્જુનભાઈ બળવંતરાય રાજ્યગુરૂ હાઉસ્), ગઢડા અને બાબરપરા - ગઢડા (રાધોકબેન હસમુખભાઈ ગઢાદરા હાઉસ) તેમજ શેઠ મોતીભાઈ ધર્મશાળા પાસે (હરેનભાઈ માથુરીયા હાઉસ) ઢસાને COVID -19 Containment Areaને જાહેર કરવામાં આવ્યો હતો.  જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીને મળેલ સત્તાની રૂએ  ભારત ચૂંટણી આયોગની કોવીડ-૧૯ દરમ્યાન યોજાનાર સામાન્ય ચૂંટણીઓ/પેટા ચૂંટણીઓ અંગેની ઓગષ્ટ – ૨૦૨૦ માં બહાર પાડવમાં આવેલ વિસ્તૃત ગાઈડલાઈનના પારા નં.૧૦(૨૧) થી થયેલ જોગવાઈ ધ્યાને લેતા  ઉક્ત જાહેર કરેલ  તમામ Containment Area ના રહીશો કે જેઓને ક્વોરોન્ટાઈન કરવામાં આવેલ છે તેઓને ૧૦૬- ગઢડા વિધાનસભા પેટા ચૂંટણી – ૨૦૨૦ ના કામે તા.૦૩/૧૧/૨૦૨૦ ના રોજ થનાર મતદાનના છેલ્લા કલાક માટે હંગામી ધોરણે તેમના સંબંધિત મતદાન મથકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના સુપરવિઝન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ-૧૯ ના તમામ નિવારાત્મક પગલા અનુસરવાની શરતે મતદાન કરવા માટે COVID -19 Containment Areaના નિયંત્રણોમાંથી મુક્ત કરવા જાહેરનામું બહાર પાડયું છે તેમજ સબંધિત સેકટર મેજિસ્ટ્રેટ્શ્રીએ તેઓના મતદાન મથકે આરોગ્ય વિભાગ સાથે જરૂરી સંકલન કરવાની કાર્યવાહી કરવાની રહેશે.

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot