Breaking

Post Top Ad

Your Ad Spot

Friday, November 27, 2020

જાહેરનામાના ભંગ બદલ કલમ-૧૮૮ હેઠળ ૨૭ લોકો સામે ફરિયાદ દાખલ કરતી પાટણ જિલ્લા પોલીસ


 

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા માસ્કના ફરજીયાત ઉપયોગ અને સામાજિક અંતર જાળવવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેના ભંગ બદલ પાટણ જિલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

        જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જનજાગૃતિ અભિયાન સહિતની કામગીરી કરવામાં આવી રહી હોવા છતાં શહેરમાં કોવિડ-૧૯ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.ત્યારે પોલીસ વિભાગ દ્વારા માસ્ક ન પહેરનાર લોકો સામે સખત વલણ દાખવી દંડ વસુલવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત જિલ્લાના નવ તાલુકાઓમાંથી તા.૨૬ નવેમ્બરના રોજ ૨૩૮ લોકો પાસેથી કુલ રૂ.૦૨,૩૮,૦૦૦ જેટલો દંડ વસુલ કરવામાં આવ્યો છે. સાથે સાથે કુલ ૨૭ લોકો સામે કલમ-૧૮૮ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

        પાટણ શહેરમાં માસ્ક વગર ફરનારા લોકો પાસેથી નગરપાલિકા દ્વારામાસ્ક ડ્રાઈવ અંતર્ગત તા.૨૭ નવેમ્બરના રોજ ૦૬ લોકો પાસેથી કુલ રૂ.૬,૦૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. જાહેરમાં માસ્ક વગર ફરનારા લોકો પાસેથી દંડ વસુલવાની કામગીરી આગામી સમયમાં પણ ચાલુ રહેશે.

 

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot