Breaking

Post Top Ad

Your Ad Spot

Monday, November 2, 2020

ઊંઝા APMC કૌભાંડનું એપી સેન્ટર હવે સિક્યુરિટી કૌભાંડ બહાર આવ્યું, આધારભૂત સૂત્રો પાસેથી મોટો ઘટસ્ફોટ


 ઊંઝા એપીએમસી હવે સત્તાધીશો માટે કૌભાંડ કરવાનું એ.પી. સેન્ટર બની ગયું હોય તેમ હવે નવું એક કૌભાંડ સામે આવ્યું છે જે સિક્યુરિટી કૌભાંડ છે જેમાં ઊંઝા એપીએમસીમાં સુરક્ષાના હેતુસર રાખવામાં આવેલી સિક્યુરિટી એજન્સીમાંથી પણ એપીએમસી ચેરમેન દિનેશ પટેલના મળતીયા ડીરેક્ટરો જઈને દર મહિને પોતાના હપ્તાઓ લઈને કૌભાંડ આચરતા હોવાની વિગતો આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે.

ચેરમેન દિનેશ પટેલ પોતે તો કૌભાંડ કર્યા જ પણ પોતાના માનીતા ડિરેક્ટરોને પણ કેટલીક અલગ અલગ  સમિતિઓમાં ચેરમેન અને સભ્ય બનાવી ગોઠવી દીધા. આ ૩ ડિરેક્ટરો દર મહિને સિક્યુરિટી એજન્સીના સંચાલક પાસેથી એક ચોક્કસ નિયત કરેલી રકમનો હપ્તો લઈ આવતા હતા જે હવે જગજાહેર થતાં ઊંઝા એપીએમસીને તેઓએ કૌભાંડ કરવા માટેનું મોકળુ મેદાન બનાવી દીધું હતું તે ફરી પુરવાર થઈ રહ્યું છે.

ભોજનાલય બાદ સિક્યોરિટી કૌભાંડમાં ડિરેક્ટરોની સંડોવણી

અગાઉ ઊંઝા એપીએમસીમાં ભોજનાલય કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં કરોડોની ખરીદી વગર ટેન્ડરે કરી બારોબાર રૂપિયા ઘર ભેગા કરવાના આક્ષેપો એપીએમસી ચેરમેન દિનેશ પટેલના મળતીયા ડિરેક્ટરો અંબાલાલ પટેલ, રાજેન્દ્ર પટેલ અને રમેશ પટેલ ઉપર લાગ્યા હતા હવે આ જ ૩ ડિરેક્ટરો સિક્યુરિટી સમિતિમાં પણ નિમવામાં આવ્યા હતા

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot