કાલોલ તાલુકામાં આવેલી બાકરોલ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી સતિષકુમાર પ્રજાપતિ આમતો અવાર નવાર શાળામાં વિવિધ નવતર પ્રયોગ કરતાં રહે જ છે.પરંતુ હાલ કોરોના મહામારી માં શાળા બંધ છે, શિક્ષણ નહિ ત્યારે શાળાના નાના ભૂલકાઓ માટે હોમ લર્નિંગ માં ઉપયોગી થાય તે માટે ડાયરી નું નિર્માણ કર્યું છે. ટૂંક સમય પહેલા જ મીડિયા ના માધ્યમ દ્રારા વધાસ શાળાએ પ્રિતેશ સેવક ની શબ્દ વાંચન ડાયરી બનાવેલ જેની પ્રેરણા લઇ લેખન નું થોડું વધુ સંકલન કરી. શબ્દ વાંચન લેખન ડાયરીનું નિર્માણ કરવામાં આવ્યું બાદ સાથે સાથે ગણિત લેખન ડાયરીનું પણ નિર્માણ કરી સૌથી પહેલા satish prajapat bakrol ના ફેસબુક પર મુકવામાં આવી બાદ આઈ. આઈ. એમ અમદાવાદ ના સમર્થ પ્રજ્ઞા ગ્રુપમાં આ બન્ને ડાયરી મુકવામાં આવી. તેમજ આ બન્ને ડાયરી શાળાના ધોરણ પહેલા બીજાના બાળકોને ઘરે ઘરે જઈ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ડાયરી માટે હાલ ગુજરાતના વિવિધ જિલ્લામાંથી કેટલાય શિક્ષક મિત્રોને વોટ્સઅપ ના માધ્યમથી પહોંચાડવામાં આવી છે જે ડાયરી હવે માત્ર બાકરોલ પૂરતી ના રહેતા ગુજરાત ના ખૂણે ખૂણે ના બાળકો સુધી પહોંચશે. એક નાનો સરખો કરેલો વિચાર ધીમે ધીમે પુરા રાજ્યમાં પ્રસારિત થતાં બાળકો માટે સમય કાઢી કંઈક કરેલ કાર્ય નો અંતરમાં અનહદ રાજીપો...
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર
પંચમહાલ
No comments:
Post a Comment