Breaking

Post Top Ad

Your Ad Spot

Saturday, September 26, 2020

હાલોલ શહેરના પાવાગઢ- વડોદરા બાયપાસ રોડ પર એક સ્કોર્પિયો ગાડીના ચાલકે ગફલતભરી રીતે ચલાવીને અકસ્માત સર્જ્યો



 

હાલોલ, તા, ૨૭ સપ્ટે.. હાલોલમાં પાવાગઢ- વડોદરા બાયપાસ રોડ પાસે આવેલા ટોલ નાકા પાસે સમી સાજે એક  ગમખ્વાર અકસ્માત થયો હતો.જેમા એક સ્કોર્પિયો ગાડીના ચાલકે ફુલ સ્પીડમા ચલાવતા સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા રોડની બાજુમા આવેલી એક પતરાની બનાવેલી દુકાનોમા ઘુસી જવા પામી હતી.આ સ્કોર્પિયો ચાલકે બે નાના વાહનોને પણ અડફેટે લીધા હતા.સ્કોર્પિયો ખાડામા ઉતરી જવા પામી હતી.બનાવને પગલે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા.જેમા એક નાના બાળકને ઇજા પહોચી હોવાનુ જાણવા મળ્યુ છે.સ્કોર્પિયોમા ચાલકની સાથે અન્ય ચાર ઇસમો પણ બેઠેલા હતા.અને તેઓ વડોદરા જીલ્લાના હોવાનુ જાણવા મળેલ  છે.સ્થાનિકો દ્વારા આ ઇસમો નશાની હાલતમા હોવાનુ અનુમાન લગાવાઈ રહ્યુ છે.

બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે પહોચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.   

     

 રિપોર્ટર:-  નવનીતભાઈ ગોહિલ હાલોલ

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot