Breaking

Post Top Ad

Your Ad Spot

Thursday, December 3, 2020

આર્થિક તંગી વચ્ચે વડસ્માના યુવાને ઝેરી દવા પીધી


 વડસ્માના યુવાને કપાસમાં નાખવાની દવા દારૂમાં ભેળવીને પી જતા મહેસાણા સિવિલમાં લઇ જવાયો હતો. જ્યાં હાલત ગંભીર જણાતા યુવાનને ટ્રાન્સફર કરવાની વાત આવતા આર્થિક ભીડને કારણે પિતા તબીબ સામે રડી પડ્યા હતા.

વડસ્માના 45વર્ષના કનુભાઇ ભગાભાઇ બજાણીયા અન્યના ખેતરમાં બોર પર મજુરીકામ કરતા હતા.ગુરૂવારે પિયત કરીને બપોરે 11 વાગ્યે ઘરે જઇ દારૂ સાથે કપાસમાં નાખવાની દવા ભેળવીને ગટગટાવી ગયા હતા.ચક્કર અને ઉલ્ટીની ફરિયાદ વચ્ચે ગંભીર હાલતમાં મહેસાણા સિવિલમાં લઇ જવાયો હતો.પરંતુ ઝેરની અસર પ્રસરતાં કનુભાઇની હાલત ગંભીર જણાતાં તબીબે અન્ય દવાખાનામાં ટ્રાન્સફર કરવા કહેતા પિતાએ પૈસા ન હોવાનુ કહીને રડી પડતા આખરે સિવિલમાં જ સારવારનો નિર્ણય લેવાયો હતો.

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot