કોરોના વૈશ્વિક મહામારીમાં પુખ્ત વયના લોકો માટે સૌથી મોટા કોરોના વેકસીન અભિયાનનો પડકાર ઉભો થયો છે. આ પડકારને પહોંચી વળવા રાજ્ય સરકારની સૂચના તેમજ કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન મુજબ રસી આપવા છેક નિચેના સ્તરે આગોતરૂ આયોજન આવશ્યક છે. જેના ભાગરૂપે જૂનાગઢ ખાતે કોવિડ-૧૯ ડિસ્ટ્રીકટ ટાસ્ક ફોર્સની બેઠક યોજવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યસ્થાને યોજાયેલ
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ સેજાભાઇ કરમટા,
મ્યુ.કમિશ્નર તુષાર સુમેરા, જિલ્લા આરોગ્ય
અધિકારી ડો.ચેતન મહેતા, ડો.ભાયા, ડો.ડેડાણીયા,
ડો.સોલંકી, ડો.વ્યાસ ઉપરાંત જિલ્લાની સંલગ્ન
કચેરીના અધિકારીઓ ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ સૌ પ્રથમ હેલ્થ
વર્કર, ડોક્ટરો
સરકારી તેમજ ખાનગી પ્રેક્ટીશનરો ત્યારબાદ ફ્રન્ટલાઇન વર્કર તેમાં આર્મી, પોલીસ, હોમગાર્ડ તેમજ ૫૦ વર્ષના ઉપરના લોકોને કોરોના
વેક્સીન આપવાનું આયોજન છે. આ આયોજનના અમલીકરણ માટે ટ્રેઇની સ્ટાફ, કોલ્ડ ચેઇનની જાળવણી, હયાત માળખાગત સુવિધા તેમા વધારો
કરવો, ડેટાબેઝ તૈયાર કરવા જિલ્લા કલેક્ટર દ્વારા માર્ગદર્શન
આપવામાં આવ્યું હતું.
ડબલ્યુએચઓના પ્રતિનિધિ ડો.વિનયકુમારે આવા પાવર પોઇન્ટ
પ્રેજન્ટેશનના માધ્યમથી જૂનાગઢ જિલ્લામાં સલામત રીતે વેક્સીનેશન કામગીરી નોડલ
ઓફિસરોની નિમણૂંક, સોશ્યલ મીડીયા કે અન્ય રીતે રસી વિશે ફેલાવાતી અફવાઓ સામે કાર્યવાહી
ક્રાઉડ મેનેજમેન્ટ, દરેક ગ્રામ્ય સ્તરે વેકસીન અંગે જાગૃતિ
ઉપરાંત તાલુકા લેવલે બેઠકો કરી કોરોના વેક્સીનની અસરકારક કામગીરી અંગે માર્ગદર્શન
આપ્યું હતું.
વેક્સીન મેનેજમેન્ટ સિસ્ટમ મોટો
પડકાર
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મંજુર થયેલ રસી કોને અપાઇ
ગઇ છે. નિયત કરેલા માપદંડો મુજબ કોને આપવાની બાકી છે. ક્યા એરીયામાં કેટલા ડોઝ
આપવા, કોલ્ડ
ચેઇન જાળવવી તેમજ ટ્રેઇની સ્ટાફ આ બધા પડકારો છે તેને પહોંચી વળવા બેઠકોનો દોર શરૂ
થયો છે. જૂનાગઢ જિલ્લામાં દર સોમવારે આ અંગે બેઠક રાખવાનું આયોજન કર્યુ છે.
ભારતમાં બી.સી.જી, ડી.પી.ટી અને એમ.એમ.આર રસી સફળતાપૂર્વક આપવામાં આવી રહી છે. આપણે આ રસીના માધ્યમથી પોલીયો સહિતના રોગ નાબુદ કરી શક્યા છીએ. આ રસીમાં મોટા ભાગે બાળકોને આપવામાં આવે છે. જ્યારે કોરોના વેક્સીન પુખ્તવયના લોકો માટે પણ છે.
No comments:
Post a Comment