Breaking

Post Top Ad

Your Ad Spot

Saturday, December 5, 2020

બળજબરી પૂર્વક ઘરમાં ઘૂસી મહિલા પર દુષ્કર્મ આચર્યું


 

  • બહુચરાજી તાલુકાના ચંદ્રોડા ગામની ઘટના
  • પતિ-બાળકોને મારી નાખવાની ધમકી આપી 10થી 15 વાર દુષ્કર્મ આચરનાર હવસખોર સામે ફરિયાદ
  • બહુચરાજીના ચંદ્રોડાના ગામે રહેતી એક મહિલાના ઘરમાં પતિની ગેરહાજરીમાં બળજબરી પૂર્વક ઘૂસી પતિ અને બાળકોને મારી નાખવાની ધમકી આપી 10થી 15 વાર દુષ્કર્મ આચર્યું હતું. વારંવારની અઘટીત માંગણીથી ત્રસ્ત મહિલાએ છેવટે બહુચરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

    બહિચરાજીના ચંદ્રોડા ગામે રહેતી મહિલાનો પતિ ગાડી લઈને ધંધાર્થે બહાર ગયો હોઇ ગત 26 નવેમ્બરે રાત્રિના સમયે ગામના સીંધી ઇકબાલ રમજાનભાઇએ ઘરમાં ઘૂસી તેણીના પતિ અને બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી શરીરસુખની માંગણી કરી હતી. મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં આ અગાઉ બારેક માસ દરમિયાન અવારનવાર આ શખ્સે મહિલાની મરજી વિરુદ્ધ શરીરસુખની માંગણી કરી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી કોઇને વાત કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હોવાનું જણાવ્યું છે.

    આ શખ્સની વારંવારની ધમકીઓથી ત્રાસી ગયેલી મહિલાએ આખરે શુક્રવારે બહુચરાજી પોલીસ સ્ટેશનમાં સીંધી ઇકબાલ રમજાનભાઇ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot