Breaking

Post Top Ad

Your Ad Spot

Thursday, November 26, 2020

છોટાઉદેપુર જિલ્લામાં સંવિધાન દિવસની ઉજવણી કરાઇ





 

છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલી તમામ સરકારી કચેરીઓઅને જિલ્લાના તમામ તાલુકા મથકોએ આવેલી સરકારી કચેરીઓમાં બંધારણના આમુખનું વાંચન કરી સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

         તા. ૨૬મી, નવેમ્બર ૧૯૪૯ના રોજ ભારતની બંધારણ સભાએ દેશના બંધારણનો દેશના તમામ નાગરિકોવતી સ્વીકાર કર્યો હતો. જેના ઉપલક્ષમાં દર વર્ષની ૨૬મી, નવેમ્બરને દેશભરમાં બંધારણ દિવસ તરીકે મનાવવામાં આવે છે.

        રાષ્ટ્રના બંધારણ દિવસની ઉજવણીની ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા/તાલુકા કક્ષાએ આવેલી તમામ સરકારી ઓફિસોમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. છોટાઉદેપુર ખાતે આવેલ જિલ્લા સેવાસદનમાં આવેલી કલેકટર કચેરીના તમામ અધિકારી/કર્મચારીઓએ સંકલન સમિતિ હોલમાં ઉપસ્થિત થઇ બંધારણના આમુખનું વાંચન કરી બંધારણ દિવસની ઉજવણી કરી હતી. આ ઉપરાંત અન્ય જિલ્લા કક્ષાની ઓફિસો તથા તાલુકા કક્ષાની ઓફિસોમાં પણ ઉપસ્થિત અધિકારી/કર્મચારીઓએ બંધારણના આમુખનું વાંચન કરી બંધારણ દિવસની ઉજવણી કરી હતી.

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot