Breaking

Post Top Ad

Your Ad Spot

Thursday, November 26, 2020

રાત્રી કરફ્યુના સમયમાં રાજકોટ આવેલી મોઝામ્બિકની મહિલાઓને ૧૮૧ અભયમની ટીમ સહાયરૂપ બની


 

વિદેશી મહિલાઓની વ્હારે આવતી ૧૮૧ અભયમની ટીમ

રાજકોટના રાત્રી કરફ્યુના માહોલ વચ્ચે રાત્રે ૧૦:૧૫ વાગ્યે ૧૮૧ અભયમ હેલ્પલાઇનના ફોનની ઘંટડી રણકી...ફોનમાં સામે છેડે અંગ્રેજી ભાષામાં વાત કરતાં એક મહિલાએ જણાવ્યું કે, "અમે વિદેશી છીએ અને રાજકોટ આવ્યા છીએ. માધાપર ચોકડી વિસ્તાર આજુબાજુ અમે બે મહિલાઓ ભૂલા પડ્યા છીએઅને માત્ર અંગ્રેજી ભાષા જ જાણતાં હોવાથી અહીં કોઈ સાથે વાતચીત શક્ય નથી તેથી અમારે શુ કરવું એ સમજાતું નથી. અહીં એક વ્યક્તિને અમારી સમસ્યા સમજાવવાનો પ્રયાસ કર્યો તો તેઓ કંઈક ૧૮૧ નંબર ડાયલ કરવાનું કહેતાં હોય તેવું લાગ્યું તેથી અમે અહીં ફોન કર્યોઅમારી મદદ કરો."

            યુવતીનો ફોન આવતા તાત્કાલિક ૧૮૧ અભયમ હેલ્પલાઇનની ટીમ કાઉન્સેલર ચંદ્રીકાબેન મકવાણાજી.આર.ડી. રવિનાબેન તથા પાયલોટ ભાવિનભાઈ માધાપર ચોકડી પહોંચ્યા. બન્ને વિદેશી બહેનો સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કેતેઓ મુળ મોઝામ્બિકના વતની છે અને રાજકોટમાં બેચલર ઓફ કોમર્સના અભ્યાસ માટે પહેલાં અમદાવાદ અને ત્યાંથી બસમાં રાજકોટ આવ્યાં છે. અહીં માધાપર ચોકડી ઉતર્યા જ્યાં તેઓના ઓળખીતા તેમને લેવા આવવાના હતા પરંતુ રાજકોટમાં પહોંચતા મોડું થઈ ગયું હોવાથી રાત્રી કરર્ફ્યુના કારણે તેઓના ઓળખીતા વ્યક્તિ પોતે બહાર ન નીકળી શકવાથી લેવા આવી શકે તેમ નથીઅને કર્ફ્યૂ હોવાથી અન્ય કોઈ વ્યવસ્થા પણ શકય ન હતી. આ બન્ને બહેનોને કયાં જવાનુ છે તે વિશે પણ માહિતી ન હતી. 

માધાપર ચોકડીએ ફરજ બજાવતા પોલીસના જવાનોએ આ મહિલાઓને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનનો નંબર આપ્યો અને અહીં ફોન કરતાં જ મહિલાઓના હિત માટે કાર્યરત ૧૮૧ ટીમ  મદદ માટે પહોંચી ગઈ. આ બંને મહિલાઓ ફક્ત અંગ્રેજી ભાષા જાણતી હતી. તેથી ૧૮૧ અભયમ હેલ્પલાઈનના કાઉન્સેલર્સ દ્વારા મહિલાઓ સાથે વાતચીત કરી રાજકોટમાં તેમના જાણીતા વ્યક્તિનો ફોન નંબર લઈ તેઓએ જણાવેલી જગ્યા ઉપર સલામત રીતે મહિલાઓને પહોંચાડવામાં આવ્યા હતાં. 

            આમઅભયમ ૧૮૧ ટીમે રાત્રી કરફ્યુના સમયમાં રાજકોટમાં આવેલી બે વિદેશી મહિલાઓની મૂંઝવણમાં સહાયરૂપ બની તેમને સાચાં સરનામે પહોંચાડી ફરી એક વાર પોતાની માનવતાસભર કાર્યદક્ષતા સાબિત કરી હતી.   

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot