- વડનગરના પૂર્વ મામલતદાર સામેની અરજીની પતાવટના પૈસા માગ્યા હતા
- પહેલા 10 લાખ માગ્યા હતા, ત્યારબાદ 3 લાખ લેવાનું નક્કી કર્યું હતું
ગાંધીનગર એસીબીમાં 2019માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી ચૂકેલા યુવકે વડનગરના તત્કાલીન મામલદાર પાસે 3 લાખ માગ્યાની મહેસાણા એસીબીમાં ફરિયાદ થઈ છે.એસીબીના સુત્રોએ જણાવ્યા મુજબ અગાઉ એસીબીમાં નોકરી કરતા પોલીસ કોન્સ્ટેબલ કનકસિંહ બળદેવસિંહ સોલંકીએ વડનગર મામલતદાર કચેરીએ તત્કાલીન મામલતદારને જણાવ્યું કે તમારા વિરુધ્ધ એ.સી.બીમાં અરજી થઇ છે અને તે અંગે આગળ તપાસ નહી કરવા અને પતાવટ કરવી હોય તો રૂ. 10 લાખ આપવા પડશે તેવી માંગણી કરી વાતચીતના અંતે છેલ્લે રૂ. ત્રણ લાખ લેવાનું નક્કી કર્યુ અને નાણા મળ્યેથી અરજીમાં રહેલી સી.ડી ખોટી છે
તેમ જણાવી અરજી દફતરે કરી દેશે. જે બાબતની વાતચીતનું તત્કાલિન મામલતદારે તેમના મોબાઇલ ફોનમાં રેકોર્ડિંગ કરી લીધુ હતું. તે વખતે કોન્સ્ટેબલે મામલતદારને પોતાનો પર્સનલ મોબાઇલ નંબર આપી તેના ઉપર વાતચીત કરવા જણાવ્યુ હતું. જોકે મામલતદાર લાંચ આપવા માંગતા ન હોઇ તેઓએ એ.સી.બી વડી કચેરીનો સંપર્ક કરતાં આગળની કાર્યવાહી ફિલ્ડ પી.આઇ એમ.વી. પટેલને સોપાઇ હતી.જેમાં વડનગર ખાતે આક્ષેપિતે જણાવેલ સ્થળે સંપર્ક કરતાં તે લાંચના નાણા સ્વીકારવા આવેલ નહી અને પછીથી મળીશંુ તેમ જણાવેલ. બાદમાં મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી દીધો. અને ફરીયાદીની વિનંતીથી લાંચનું છટકુ નિષ્ફળ જાહેર કરીને એ.સી.બીએ પ્રાથમીક તપાસની કાર્યવાહી હાથ ધરી હતી.
તપાસ દરમિયાન આ.પો.કો. કનકસિંહે તત્કાલીન મામલતદારને જે મોબાઇલ ફોન નંબર આપેલ તે ફોન તેના મિત્ર ભરતભાઇ રબારીને આપી દીધો હતો અને સમગ્ર હકીકતથી તેને વાકેફ કરેલ.જેથી ભરત રબારી પોતે આ.પો.કો કનકસિહનું ખોટુ નામ ધારણ કરી મામલતદાર પાસે લાંચના નાણાની ઉઘરાણી કરતો હોવાની હકીકત ઉજાગર થવા પામી છે.
Post Top Ad
Your Ad Spot
Monday, November 2, 2020
મામલતદાર પાસે 3 લાખની લાંચ માગનારા ACBના કોન્સ્ટેબલ સહિત 2ની સામે ગુનો
Tags
અમદાવાદ મહેસાણા#
Share This

About NDP TODAY NEWS
અમદાવાદ મહેસાણા
Labels:
અમદાવાદ મહેસાણા
Subscribe to:
Post Comments (Atom)
Post Top Ad
Your Ad Spot
Author Details
Ut wisi enim ad minim veniam, quis nostrud exerci tation ullamcorper suscipit lobortis nisl ut aliquip ex ea commodo consequat. Duis autem vel eum iriure dolor in hendrerit in vulputate velit esse molestie consequat.
Great news
ReplyDelete