- કડીમાં થોળ રોડ પર અજન્ટા એપાર્ટમેન્ટ સ્થિત ડો. અનીલ પટેલની હોસ્પિટલ સીલ
- મહેસાણા તોરણવાળી ચોકમાં કશિશ નોવેલ્ટી અને રંજનના ઢાળમાં મહાલક્ષ્મી કંગન સીલ
કોરોના સંક્રમણ વધી રહ્યું હોવા છતાં લોકો બેફિકર થઇને સામાજિક અંતર જાળવવાની પણ તસ્દી લેતા નથી. જેને લઇને જિલ્લા કલેક્ટરના આદેશને પગલે નગરપાલિકા તંત્ર દ્વારા આકરી કાર્યવાહી હાથ ધરાઇ છે. બુધવારે મહેસાણા નગરપાલિકાએ સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ બે દુકાનો સીલ કરી દીધી હતી. તો કડી શહેરમાં પાલિકાએ સતત બીજા દિવસે કોવિડ-19ની ગાઈડ લાઈનનો ભંગ કરનાર એક ખાનગી તબીબની હોસ્પિટલ સહિત 7 ધંધાકીય એકમોને સીલ મારી દીધા હતા.
મહેસાણા શહેરમાં તોરણવાળી ચોક અને રંજનના ઢાળમાં બે દુકાનોમાં ગ્રાહકોની ભીડ એકઠી થયેલી નજરે પડતાં નગરપાલિકાએ બંને દુકાન બંધ કરી જાહેરનામા ભંગની નોટિસ ફટકારી હતી. તોરણવાળી ચોકમાં કિશનભાઇ સિંધીની કશિશ નોવેલ્ટી સ્ટોર તેમજ રંજનના ઢાળમાં ક્રિસ્ટલ કોમ્પલેક્ષમાં સુરેશભાઈની મહાલક્ષ્મી કંગન અને શૃંગાર નામની દુકાન પાલિકાની ટીમે કલેકટરના જાહેરનામાના ભંગ અન્વયે બંધ કરાવી હતી.
કડીના કરણનગર રોડ સ્થિત તાલુકા સેવા સદનમાં કલેક્ટર એચ.કે. પટેલના અધ્યક્ષ સ્થાને બુધવારે યોજાયેલી કોવિડ-19ની સમીક્ષા બેઠકમાં નબળી કામગીરી અંગે ઈન્ચાર્જ પીઆઈ અને ચીફ ઓફિસરને કલેક્ટરે આડે હાથ લઈ શહેરમાં કોરોનાની ગાઈડ લાઈનનું પાલન ન કરનારા શખ્સો અને ધંધાકીય એકમો સામે સખ્ત કાર્યવાહીના આદેશો કર્યા હતા.જેના પગલે પાલિકાની ટીમે બુધવારે થોળ રોડ સ્થિત અજન્ટા એપાર્ટમેન્ટના નીચે કાર્યરત ડો. અનીલ પટેલની હોસ્પિટલમાં ભીડ દેખાતાં દવાખાનાને સીલ મારી દેતાં તબીબને હોસ્પિટલ બહાર ઓટલા પર બેસવાની ફરજ પડી હતી. જ્યારે અન્ય વિસ્તારોમાં 6 દુકાનો સીલ કરાઇ હતી.
Post Top Ad
Your Ad Spot
Wednesday, November 25, 2020
લોકોની ભીડ થતાં મહેસાણામાં 2 અને કડીમાં હોસ્પિટલ સહિત 7 દુકાનો સીલ
Tags
મહેસાણા - કડી#
Share This

About NDP TODAY NEWS
મહેસાણા - કડી
Labels:
મહેસાણા - કડી
Subscribe to:
Post Comments (Atom)
Post Top Ad
Your Ad Spot
Author Details
Ut wisi enim ad minim veniam, quis nostrud exerci tation ullamcorper suscipit lobortis nisl ut aliquip ex ea commodo consequat. Duis autem vel eum iriure dolor in hendrerit in vulputate velit esse molestie consequat.
No comments:
Post a Comment