Breaking

Post Top Ad

Your Ad Spot

Monday, November 2, 2020

પોલીસ સ્ટેશનમાં રાખેલો 16 લાખનો દારૂ એક વ્યક્તિએ કર્યો છૂમંતર


 નડિયાદ (Nadiad)ના વસો પોલીસ મથક (Vaso Police Station)ના ક્વાર્ટસમાં દારુ ચોરી (Alcohol Theft) બુટલેગરને વેચતા પોલીસ મથકના જ ડ્રાઈવર શબ્બીરખાનના રિમાન્ડ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. તે પોલીસે ઝડપી પાડેલ દારુ જે ક્વાર્ટસમાં મુકવામાં આવેલ હોય તે ક્વાર્ટસની બાજુમાં જ રહેતો હોય જ્યારે પણ તેની નાઈટશીપ હોય તે નાઈટશીપ પુરી કર્યા બાદ દારુની પેટીઓ ચોરી વેચી દેતો હોવાનું કબુલ્યું હતું. આ પ્રકરણમાં પોલીસે એક ગાડી કબજે કરી છે, અને હજુ મહુધાના કેટલાક ઈસમોના નામ ખુલવાની શક્યતા સેવાઈ રહી છે.

વસો પોલીસ મથકનો ડ્રાઈવર શબ્બીરખાન ગત તા.26મીની સવારે પોલીસ ક્વાર્ટસમાંથી 36 નંગ વિદેશી દારુ ચોરી રતનપુરના બુટલેગરને વેચવા જતો હતો, તે દરમિયાન પીએસઆઈ જી.બી.પરમારે તેને રંગેહાથ ઝડપી પાડયો હતો. તેની વિરુદ્ધ ચોરી અને પ્રોહીબીશનો ગુનો નોંધી 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. રિમાન્ડ દરમિયાન તેની આકરી પુછતાછમાં તેણે જણાવ્યું હતું કે તે જે દિવસે તેની નાઈટશીપ હોય તે નાઈટ પુરી કર્યા બાદ વહેલી સવારે પોલીસ ક્વાર્ટસ રુમ નં.15માં મુકેલ દારુની કેટલીક પેટીઓ ચોરી લેતો, અને રતનપુર અને મહુધાના કેટલાક ઈસમોને વેચતો હતો. જેથી પોલીસે આ પ્રકરણમાં રતનપુરના સંદિપ ઉર્ફે નરીયો સુરેશ સીસોદીયાને તથા મહુધાના ઈરશાદ કાલુ મલેકને દબોચી લીધો હતો. રિમાન્ડ પુરા થતા કોર્ટે તેને જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો.

હજુ આ પ્રકરણમાં રતનપુરના ભરત ઉર્ફે મુન્નો તેજસિંહ પરમારને ઝડપી પાડવાનો બાકી છે. જ્યારે રિમાન્ડ દરમિયાન મહુધાના વધુ બે થી ત્રણ ઈસમોના નામ ખુલવાની શક્યતા સેવાઈ રહી છે. જાણવા મળ્યા મુજબ ગઈકાલે રાત્રીના સુમારે પોલીસે દારુની હેરાફેરીમાં સંડોવાયેલ વધુ એક ગાડીને કબજે લીધી છે. શબ્બીરખાને ગત દોઢેક માસ દરમિયાન ૧૬ લાખ ઉપરાંતનો વિદેશી દારુ વેચી નાંખ્યો હોવાનું કબુલ્યું છે. તા. 4 નવેમ્બરના રોજ તેના 10 દિવસના રિમાન્ડ પુરા થતા તેને કોર્ટમાં રજુ કરવામાં આવનાર છે.

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot