Breaking

Post Top Ad

Your Ad Spot

Saturday, October 31, 2020

દેશની પહેલી સી-પ્લેન સેવાનો પ્રારંભ:મોદી પ્લેનમાં બેસી 50 મિનિટમાં કેવડિયાથી અમદાવાદ રિવરફ્રન્ટ પહોંચ્યા,


 

  • રિવરફ્રન્ટ પર મોર્નિંગ વોક પર આજના દિવસ પૂરતો પ્રતિબંધ
  • રિવરફ્રન્ટના રોડ, RTO સર્કલથી વાડજ સર્કલ તથા વાડજ સ્મશાનગૃહથી આંબેડકરબ્રિજ સુધીનો માર્ગ બંધ
  • દેશવિરોધી સંગઠનો, આતંકીઓ અને ભાંગફોડિયા રિમોટ સંચાલિત વિમાન કે સાધનોનો ઉપયોગ ન કરે એટલે ડ્રોન પર પ્રતિબંધ
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયાથી 11:55એ સી-પ્લેનનું ઉદઘાટન કરી અમદાવાદ આવવા રવાના થયા હતા. ત્યાર બાદ તેઓ અમદાવાદ સાબરમતી નદીમાં ઊતર્યા હતા. આ સાથે જ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા વચ્ચેની સી-પ્લેન સેવા શરૂ થઈ ગઈ છે. મોદીના સ્વાગત માટે રાજ્યપાલ, સીએમ, ગૃહમંત્રી સાબરમતી રિવરફ્રન્ટ પહોંચ્યા હતા. મોદીના આગમનને પગલે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અગાઉ જાહેરનામું બહાર પાડીને ડ્રોન સહિતના રિમોટ આધારિત ઉડાડવાનાં સાધનો પર પ્રતિબંધ લાદ્યો હતો. એટલું જ નહીં, મોર્નિંગ વોક પર પર પ્રતિબંધ લાગુ કરાયો હતો. ઉપરાંત વડાપ્રધાનની મુલાકાતને પગલે રિવરફ્રન્ટ પર સતત પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. છેલ્લા અઢી કલાકથી 4 બોટનું સાબરમતીમાં પેટ્રોલિંગ કરી રહી હતી. રિવરફ્રન્ટ પર 45 મિનિટ સુધી રોકાયા બાદ પીએમ મોદી ગુજરાતનો બે દિવસીય પ્રવાસ પૂર્ણ કરી અમદાવાદ એરપોર્ટથી નવી દિલ્હી જવા રવાના થયા હતા.

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot