Breaking

Post Top Ad

Your Ad Spot

Monday, September 7, 2020

વલસાડ તાલુકામાં રૂ.૭.૯૮ કરોડના વિવિધ રસ્તાિના કામોનું ખાતમુહુર્ત કરતા વન અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી રમણલાલ પાટકર





  વલસાડઃ તા. ૦૭: વલસાડ તાલુકાના વિવિધ ગામોને જોડતા રૂા.૭.૯૮ કરોડના વિવિધ આઠ રસ્‍તાના કામોનું ખાતમુહુર્ત વન અને આદિજાતિ વિકાસ રાજયમંત્રીશ્રી રમણલાલ પાટકરના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.

        આ અવસરે મંત્રીશ્રી રમણલાલ પાટકરે જણાવ્‍યું હતું કે, રાજય સરકારે લોકોના માળખાકીય સુવિધામાં વધારો કરવા વિકાસના કામો હાથ ધર્યા છે. દરેક ગ્રામજનોને શહેરો જેવી સુવિધા મળે તે માટે રાજય સરકારે પ્રયાસો કર્યા છે. ગામડાઓને શહેરો સાથે જોડી સવલત પુરી પાડવામાં આવી રહી છે. રસ્‍તાઓ થકી ગામડાના વિકાસને વેગ મળશે. ગામના રસ્‍તાઓની પહોળાઇ વધારવાથી વધુ મોકળાશ મળશે. દરેક રસ્‍તાના કામો મજબુત અને ટકાઉ કામ થાય તેની વિશેષ કાળજી રાખવા, ટકાઉ રસ્‍તા બનાવવા તેમજ સરકારી ધારા-ધોરણો મુજબના કામો થાય તે જોવા તેમજ વિકાસના કામોમાં સાથ સહકાર આપવા ગ્રામજનોને અપીલ કરી હતી.

આ અવસરે વલસાડ ધારાસભ્‍યશ્રી ભરતભાઇ પટેલે વલસાડ તાલુકામાં થયેલા વિકાસના કામોની ઝાંખી કરાવી આ કામો પ્રજા ઉપયોગી બની રહે તેમ જણાવ્‍યું હતું. વિકાસના કામો ટકાઉ અને મજબુત બને તેની કાળજી રાખવા સાથે ગ્રામજનોને સાથ સહકાર આપવા જણાવ્‍યું હતું.

        આ વિવિધ જિલ્લા પંચાયત હસ્‍તકના કામોમાં ભાગડાવાડા મુખ્‍ય રસ્‍તાથી પોલીટેકનીક કોલેજ થઇ તિથલ જકાતનાકા થઇ નાનકવાડા પટેલ ફળિયા થઇ ગ્રામ પંચાયત થઇ ટીવી રીલે કેન્‍દ્ર થઇ વલસાડ ધરમપુર રોડનો જોડતો રોડ રૂ.૧૫૦ લાખ, તિથલ બીચથી કોસંબા સ્‍વામી નારાયણ મંદિર રોડ રૂ.૨૦૦ લાખ, સ્‍ટેટ હોઇવેથી ચીમલા કાંપરી ફળિયાને જોડતો રસ્‍તો રૂ.૧૦૦ લાખ, ડુંગરી મુખ્‍ય રસ્‍તાથી સાર્વજનિક હાઇસ્‍કુલ થઇ નેશનલ હાઇવેને જોડતો રસ્‍તો રૂ.૩૯ લાખ, ડુંગરી નેશનલ હાઇવે નં.૮ થી ડુંગરી રેલીયા ફળિયા ગામને જોડતો રસ્‍તો રૂ.૧૨૦ લાખ, રોલા બસ સ્‍ટેન્‍ડથી પૂર્વ નગરીથી નેશનલ હાઇવે નં.૮ ને જોડતો રસ્‍તો રૂ.૧૫૦ લાખ અને ડુંગરી રોલા રોડથી ઓલગામને જોડતો રસ્‍તો રૂ.૩૯ લાખ મળી કુલ-૭૯૮ લાખના કામોનો સમાવેશ થાય છે.

                આ કાર્યક્રમમાં વલસાડ નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રિયંકાબેન, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન આનંદભાઇ, તાલુકા પંચાયતના કારોબારી અધ્‍યક્ષ દિવ્‍યેશભાઇ, સામાજિક ન્‍યાય સમિતિના અધ્‍યક્ષ ધનસુખભાઇ સહિત, તાલુકા પંચાયતના સભ્‍યશ્રીઓ, ગામોના સરપંચ  સોશિયલ ડિસ્‍ટન્‍સ સાથે હાજર રહ્યા હતા.

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot