Breaking

Post Top Ad

Your Ad Spot

Thursday, September 17, 2020

મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકાના ડાભલા ગામમાં અચાનક જ ગંદકી દેખાઇ અને સફાઇકામ નો આવ્યો અનોખો વિચાર..





   

 તા.૧૭, સપ્ટે.૨૦૨૦ ના રોજ અચાનક જ મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકાના ડાભલા ગામમાં જાણે ચમત્કાર થયો હોય તેમ ગ્રામ પંચાયતના લોકો સફાઇકામ કરવા લાગ્યા અને સાંજ ના સમય પણ પુરજોશમાં કામ કરતા જોવા મળ્યા.






 

 પુરી માહીતી ગ્રામજનો જોડેથી પુછપરછ કરતા માલુમ પડ્યું કે અચાનક જ જીલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, નાયબ જીલ્લા વિકાસ અધિકારી તેમજ આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ ગામમાં સફાઇ અંગે ની તપાસ કરવા માટે આવી ચડેલા જેથી ગ્રામ પંચાયતની આજુબાજુ તેમજ ગામમાં એવી અનેક જગ્યાએ કચરાના ઠેર ઠેર ઢગલા પડેલા હતા જેને તાત્કાલીક હટાવા ના પ્રયાસો કરવા માટે ગ્રામ પંચાયત ગતિશીલ બન્યું હતું. ગામમાં અત્યાર સુધી શું ચાલી રહેલું હતું તે બધાને ખબર પડી ગઇ અને ગામ ના મોટા ભાગના લોકો પંચાયતના કામથી નાખુશ હતા જેમને આજ રોજ જીલ્લા વિકાસ આધિકારી સમક્ષ રૂબરૂ માંજ બધા સવાલો પૂછવાનો મોકો મલી ગયો.. જો બધા તાલુકા અને જીલ્લા માં આ રીતે મોટા અધિકારીઓ મુલાકાત લેતા રહે તો સ્વચ્છ ગામ, સ્વચ્છ ગુજરાત જરૂર થી બની શકે....જય ભારત...જય હિન્દ......

અહેવાલ ; ચંદનસિંહ ઠાકોર

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot