Breaking

Post Top Ad

Your Ad Spot

Wednesday, December 16, 2020

મોટર સાઇકલ વાહનો માટે GJ-03-LS સીરીઝના બાકી રહેતા ગોલ્‍ડન-સિલ્‍વર નંબરોનું ઇ-ઓકશન યોજાશે

 


રાજકોટ તા.૧૬, ડિસેમ્બર-  પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરીરાજકોટ દ્વારા મોટર સાઇકલ પ્રકારના વાહનો માટે જી.જે.૦૩-એલ.એસ. (GJ-03-LS) સીરીઝના ૧થી ૯૯૯૯ નંબરોની સિરિઝ તથા અગાઉની સિરિઝના બાકી રહેતા ગોલ્‍ડન અને સિલ્‍વર નંબરો માટેની સિરિઝ ઇ-ઓકશનથી શરૂ કરવામાં આવશે. આ માટે તા.૧૮.૧૨.૨૦૨૦ થી તા.૨૨.૧૨.૨૦૨૦ સુધી  ઓન લાઇન અરજીઓ કરવાની રહેશે. 

જી.જે.૦૩-એલ.એસ. (GJ-03-LS) સીરિઝમાં ગોલ્‍ડન અને સિલ્‍વર નંબરમાંથી પસંદગીનો નંબર મેળવવા માટે ઓન લાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.  તા.૨૩ ના સવારે ૧૧ વાગ્યાથી તા.૨૪-૮-૨૦ ના સાંજના ૪ કલાક સુધી ઓનલાઇન ઇ-ઓકશન ખુલ્લું રહેશે તથા કોમ્પ્યુટર દ્વારા જનરેટ કરેલ ઇ-ઓકશનનું પરિણામ નોટિસબોર્ડ પર તા.૨૪ના રોજ સાંજે પ્રસિધ્‍ધ કરવામાં આવશે જે પરિવહન સાઇટ પર પણ ઓનલાઇન જોઇ શકાશે. પસંદગી નંબરો ઓકશન બાદ સફળ અરજદારોનું લીસ્ટ તથા અસફળ અરજદારોનું લીસ્ટ કોમ્પ્યુટર દ્વારા જનરેટ થશે.

ઓકશનની પ્રક્રિયા દરમિયાન વાહન સોફટવેરમાં તથા અન્ય કોઇ ટેકનિકલ અનિયમિતતા ઉભી થશે. તેનું યાંત્રિક નિવારણ બાદ કાર્યવાહી હાથ ધરાશે. પસંદગી નંબર માટે કોઇ વિવાદ હશે તો તેવા કિસ્સામાં પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ લીધેલ નિર્ણય આખરી ગણાશે. વધુ માહિતી માટે http//parivahan.gov.in/parivahan જોવાની રહેશે.

ઇ-ઓકશન પ્રક્રિયા પરી થયા બાદ અરજદારોએ ભરવા પાત્ર થતી રકમ દિવસ-પમાં ઇ પેમેન્ટ દ્વારા ભરણુ કરી ફોર્મ આરટીઓ કચેરીમાં જમા કરાવવાની રહેશે. તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીરાજકોટ દ્વારા જણાવાયું

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot