વડોદરા તા.૨૫ નવેમ્બર, ૨૦૨૧ (ગુરૂવાર) રાજય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.વડોદરા જિલ્લામાં ૨૮૯ ગ્રામ પંચાયતોમાં સરપંચ સહિત ૨૪૩૦ વોર્ડની સામાન્ય અને ૪૦ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી આગામી તા.૧૯ ડિસેમ્બર-૨૦૨૧ના રોજ યોજાશે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણી અંગેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
વડોદરા
જિલ્લામાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ૬૧૧ મતદાન મથકો પર ૨,૩૩,૨૧૫ પુરુષ અને ૨,૧૮,૯૫૬ સ્ત્રી
મતદારો સહિત કુલ- ૪,૫૨,૧૭૧ મતદારો
પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
વડોદરા
જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી કામગીરી માટે ૭૨ ચૂંટણી અધિકારી,૭૨
મદદનીશ ચૂંટણી અધિકારી,૩૬૬૬ પોલિંગ સ્ટાફ અને કાયદો થતા
વ્યવસ્થા જાળવવા માટે ૧૨૨૨ પોલીસ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે.
વડોદરા
જિલ્લાના વડોદરા તાલુકામાં ૪૩ ગ્રામ પંચાયતોની,પાદરામાં ૨૭, કરજણમાં ૨૬, શિનોરમાં ૨૯, ડભોઈમાં
૫૫, વાઘોડિયામાં ૪૫, સાવલીમાં ૫૧ અને
ડેસર તાલુકામાં ૧૪ સહિત કુલ ૨૮૯ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ યોજાશે.
અત્રે
ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લામાં આઠ વોર્ડ ધરાવતી ૨૪૪, ૧૦
વોર્ડ ધરાવતી ૩૪, ૧૨ વોર્ડ ધરાવતી ૦૯ જ્યારે ૧૪ અને ૧૬ વોર્ડ
ધરાવતી એક એક ગ્રામ પંચાયત છે.
તેની સાથે ૪૦
ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીઓ પણ યોજાનાર છે. જેમાં પાદરા તાલુકામાં ૧૩, કરજણમાં
૧૫, શિનોરમાં ૦૧, સાવલીમાં ૦૯ અને ડેસર
તાલુકામાં ૦૨ સહિત કુલ ૪૦ ગ્રામ પંચાયતોમાં ૫૧ વોર્ડની તેમજ કરજણ તાલુકાના અટાલી
ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાનાર હોવાનું કલેકટર કચેરીની સ્થાનિક સ્વરાજ્યની
ચૂંટણી શાખા દ્વારા જણાવાયું છે.
No comments:
Post a Comment