આણંદ – ગુરૂવાર :: રાજયમાં ૧/૪/૧૯૬૩થી ત્રિ-સ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા અમલમાં છે. આ પંચાયતી રાજમાં ગ્રામ પંચાયત પાયાનો એકમ છે. આ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ સર્વ સંમિત અને વિના વિરોધે થાય તો વિકાસ માટેનું હકારાત્મક વાતાવરણ સર્જાય અને ગ્રામ્ય કક્ષાએ સંપ-સહકાર-સુમેળ અને સંવાદિતતા જળવાય તેમજ સ્થાનિક પ્રજાકીય વિકાસ કામોમાં ઉમંગભેર ભાગ લે તેવા ઉમદા હેતુથી વર્ષ-૧૯૯૨માં રાજયમાં સમરસ ગામ યોજના અમલમાં મૂકવામાં આવી હતી.
આ
યોજનાનો મૂળ આશય સમરસ યોજનામાં ગ્રામ પંચાયતોનો સર્વાંગી વિકાસ થાય, ગ્રામ પંચાયતો
આર્થિક રીતે સધ્ધર બને, વિકાસની ઉજળી તકો પ્રાપ્ત થાય અને હકારાત્મક વાતાવરણમાં
સંપ-સહકાર-સુમેળ અને સંવાદિતતાથી સ્થાનિક પ્રજા વિકાસના કામોમાં ભાગ લે તથા
રાજયમાં ગ્રામ પંચાયતોની સર્વ સંમતિથી નિર્વિધ્ને અને વેરઝેર વગર શાંતિપૂર્ણ રીતે
થાય તેવા હેતુથી પ્રથમ, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી વાર સમરસ થતી ગ્રામ
પંચાયતોને સામાન્ય સમરસ કિસ્સામાં અને મહિલા સમરસના કિસ્સામાં પ્રોત્સાહન
અનુદાન આપવા અંગેનો
તા. ૨૪/૧૧/૨૦૨૧ના રોજ ઠરાવ ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ
વિકાસ વિભાગના નાયબ સચિવ શ્રી આશિષ વાળા તરફથી બહાર પાડવામાં આવ્યો છે.
આ
ઠરાવમાં સામાન્ય સમરસના કિસ્સામાં પ્રથમ વખત સમરસ થનાર ૫૦૦૦ સુધીની વસતિ ધરાવતી
ગ્રામ પંચાયતને પ્રોત્સાહક અનુદાન પેટે રૂા. ત્રણ લાખ ઉપરાંત ધો.૮ની અગ્રિમતાથી
સગવડ આપવી જયારે ૫૦૦૧ થી ૨૫૦૦૦ની વસતિ ધરાવતી ગ્રામ પંચાયતને રૂા. ૪.૫૦ લાખ ઉપરાંત
ધોરણ-૮ની અગ્રિમતાથી સગવડ આપવી., આજ રીતે બીજી વખત સમરસ ગ્રામ પંચાયતના કિસ્સામાં
૫૦૦૦ સુધીની વસતિ ધરાવતી ગ્રામ પંચાયતને પ્રોત્સાહક અનુદાન પેટે રૂા. ૩.૭૫ લાખ
ઉપરાંત સી.સી. રોડ માટે રૂા. બે લાખની સહાય, જયારે ૫૦૦૧ થી ૨૫૦૦૦ની વસતિ ધરાવતી
ગ્રામ પંચાયતને પ્રોત્સાહક અનુદાન પેટે રૂા. ૫.૭૫ લાખ ઉપરાંત સી.સી. રોડ માટે
રૂા. બે લાખ સહાય, ત્રીજી વખત સમરસ ગ્રામ પંચાયતના કિસ્સામાં ૫૦૦૦ સુધીની વસતિ
ધરાવતી ગ્રામ પંચાયતને પ્રોત્સાહક અનુદાન પેટે
રૂા. ૪.૭૫ લાખ ઉપરાંત વિકાસના કામો માટે રૂા. ત્રણ લાખ સહાય, જયારે ૫૦૦૧ થી
૨૫૦૦૦ની વસતિ ધરાવતી ગ્રામ પંચાયતને પ્રોત્સાહક અનુદાન પેટે રૂા. સાત લાખ ઉપરાંત વિકાસના કામો માટે રૂા. ત્રણ લાખ
સહાય, ચોથી વખત સમરસ ગ્રામ પંચાયતના કિસ્સામાં ૫૦૦૦ સુધીની વસતિ ધરાવતી ગ્રામ
પંચાયતને પ્રોત્સાહક અનુદાન પેટે
રૂા. પ.રપ લાખ ઉપરાંત વિકાસના કામો માટે
રૂા. ત્રણ લાખ સહાય, જયારે ૫૦૦૧ થી ૨૫૦૦૦ની વસતિ ધરાવતી ગ્રામ પંચાયતને પ્રોત્સાહક
અનુદાન પેટે રૂા. ૭.૫૦ લાખ ઉપરાંત વિકાસના
કામો માટે રૂા. ત્રણ લાખ સહાય, પાંચમી વખત સમરસ ગ્રામ પંચાયતના કિસ્સામાં ૫૦૦૦
સુધીની વસતિ ધરાવતી ગ્રામ પંચાયતને પ્રોત્સાહક અનુદાન પેટે
રૂા. પ.૫૦ લાખ ઉપરાંત વિકાસના કામો માટે રૂા. ત્રણ લાખ સહાય, જયારે ૫૦૦૧ થી
૨૫૦૦૦ની વસતિ ધરાવતી ગ્રામ પંચાયતને પ્રોત્સાહક અનુદાન પેટે રૂા. આઠ લાખ ઉપરાંત
વિકાસના કામો માટે રૂા. ત્રણ લાખ સહાય આપવાનું ઠરાવાયું છે.
આજ
રીતે મહિલા સમરસના કિસ્સામાં પ્રથમ વખત મહિલા સમરસ થનાર ૫૦૦૦ સુધીની વસતિ ધરાવતી
ગ્રામ પંચાયતને પ્રોત્સાહક અનુદાન પેટે રૂા. ૪.૫૦ લાખ ઉપરાંત ધો.૮ની અગ્રિમતાથી
સગવડ આપવી જયારે ૫૦૦૧ થી ૨૫૦૦૦ની વસતિ ધરાવતી ગ્રામ પંચાયતને રૂા. ૭.૫૦ લાખ ઉપરાંત ધોરણ-૮ની અગ્રિમતાથી સગવડ આપવી., આજ
રીતે બીજી વખત મહિલા સમરસ ગ્રામ પંચાયતના કિસ્સામાં ૫૦૦૦ સુધીની વસતિ ધરાવતી
ગ્રામ પંચાયતને પ્રોત્સાહક અનુદાન પેટે રૂા. ૫.૭૫ લાખ ઉપરાંત સી.સી. રોડ માટે
રૂા. બે લાખની સહાય, જયારે ૫૦૦૧ થી ૨૫૦૦૦ની વસતિ ધરાવતી ગ્રામ પંચાયતને પ્રોત્સાહક
અનુદાન પેટે રૂા. ૯.૫૦ લાખ ઉપરાંત સી.સી. રોડ માટે રૂા. બે લાખ સહાય, ત્રીજી વખત
મહિલા સમરસ ગ્રામ પંચાયતના કિસ્સામાં ૫૦૦૦ સુધીની વસતિ ધરાવતી ગ્રામ પંચાયતને
પ્રોત્સાહક અનુદાન પેટે રૂા. સાત લાખ ઉપરાંત વિકાસના કામો માટે રૂા. ત્રણ લાખ
સહાય, જયારે ૫૦૦૧ થી ૨૫૦૦૦ની વસતિ ધરાવતી ગ્રામ પંચાયતને પ્રોત્સાહક અનુદાન પેટે
રૂા. ૧૧.૭૫ લાખ ઉપરાંત વિકાસના કામો માટે રૂા. ત્રણ લાખ સહાય, ચોથી વખત મહિલા સમરસ
ગ્રામ પંચાયતના કિસ્સામાં ૫૦૦૦ સુધીની વસતિ ધરાવતી ગ્રામ પંચાયતને પ્રોત્સાહક
અનુદાન પેટે રૂા. ૭.૫૦ લાખ ઉપરાંત વિકાસના
કામો માટે રૂા. ત્રણ લાખ સહાય, જયારે ૫૦૦૧ થી ૨૫૦૦૦ની વસતિ ધરાવતી ગ્રામ પંચાયતને
પ્રોત્સાહક અનુદાન પેટે રૂા. ૧૨.૦૦ લાખ
ઉપરાંત વિકાસના કામો માટે રૂા. ત્રણ લાખ સહાય, પાંચમી વખત મહિલા સમરસ ગ્રામ
પંચાયતના કિસ્સામાં ૫૦૦૦ સુધીની વસતિ ધરાવતી ગ્રામ પંચાયતને પ્રોત્સાહક અનુદાન
પેટે રૂા. ૮.૦૦ લાખ ઉપરાંત વિકાસના કામો માટે રૂા. ત્રણ લાખ સહાય, જયારે ૫૦૦૧ થી
૨૫૦૦૦ની વસતિ ધરાવતી ગ્રામ પંચાયતને પ્રોત્સાહક અનુદાન પેટે રૂા. ૧૩.૦૦ લાખ
ઉપરાંત વિકાસના કામો માટે રૂા. ત્રણ લાખ સહાય આપવાનું ઠરાવાયું છે. જયારે સમરસ
યોજનાને લગતા પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના વિવિધ ઠરાવોમાં
દર્શાવવામાં આવેલ તમામ શરતો તથા સમરસ યોજનાને લગતી અન્ય તમામ શરતો યથાવત રાખવામાં
આવી છે.
No comments:
Post a Comment