ત્યારે સીમલીયા કોલેજ તથા હાઇસ્કુલના પ્રમુખ ચૌહાણ નટવરસિંહ તેમજ કોલેજના પ્રિન્સિપાલ તથા હાઇસ્કુલના પ્રિન્સિપાલ અને તમામ સ્ટાફ તથા વિદ્યાર્થીઓ દ્વારા રાઠોડ ધૈર્યરાજસિહ ને ઘોઘંબા તાલુકામાં સીમલીયા કોલેજમાં ધૈર્યરાજસિહ રાઠોડ ને શિક્ષકો દ્વારા એક આગવી પહેલ કરી મદદ કરવામાં આવી હતી મહીસાગર જિલ્લાના કાનેસર ગામના રાજદીપસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડ પરિવારનો ત્રણ માસનો પુત્ર બાળક ધૈર્યરાજ એક ગંભીર પ્રકારની કરોડરજ્જુની ( SMA1 ) ગણાતી બીમારીના ઇલાજ માટે અમેરિકાથી ૧૬ કરોડ જેટલી રકમનો તબીબી ખર્ચ થતો હોવાની ઘટના પ્રકાશમાં આવતા આ મધ્યમ વર્ગના બાળકની આ બીમારીના ઈલાજ માટે લોકો દ્વારા યથાશક્તિ સ્વયંભુ મદદ કરી રહ્યા છે .
જે અંતર્ગત ઘોઘંબા તાલુકાના એસ.પી.પટેલ આર્ટસ કોલેજ સીમલીયા ના પ્રોફેસર અને સ્ટુડન્ટ ભેગા થઈ ત્રણ માસના ધૈર્યરાજ રાઠોડની મદદ માટે શ્રી એસ.પી.પટેલ.આર્ટસ કોલેજ સીમલીયા ની અંદર રકમનું દાન એકત્રિત કર્યું હતું દાનમાં એકત્રિત થયેલ તમામ રકમ જરૂરીયાતમંદ પરિવાર ને મદદરૂપ થવાની આ સરહાનીય યથાશક્તિ મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો .
બ્યુરો રિપોર્ટ અજયસિંહ ચૌહાણ પંચમહાલ
No comments:
Post a Comment