
પંચમહાલ જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા કેન્દ્ર સરકાર વિરોધ "આક્રોશ પ્રદર્શન" કર્યુ.
આજ રોજ પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી સરકારના જનહિત માટે કરવામાં આવતા કામોને અટકાવવા બિલ લાવી રહી છે જેના વિરોધ માં સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા "આક્રોશ પ્રદર્શન" કાર્યક્રમ કરી કેન્દ્ર સરકાર ના તઘલખી નિર્ણયોનો વિરોધ કરવામાં આવ્યો.
આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ, ઉપ પ્રમુખ હિંમતસિંહ પરમાર, સહમંત્રી દિનેશભાઇ જાદવ, જિલ્લા મહિલા પ્રમુખ આનંદીબેન બારીઆ, જિલ્લા યુવા પ્રમુખ માસુમ વસાણી, તાલુકા પ્રમુખ ગોપાલભાઈ પટેલ, જિલ્લા એસસી સમિતિ ના પ્રમુખ અનિલભાઈ સુતરીયા, મિડિયા સેલ કન્વીનર કૃણાલભાઇ ચોહાણ, મોરવા હડફ તાલુકાના રાજકીય અગ્રણી શ્રી રણજીતસિંહ ચૌહાણ, મોરવા હડફ તાલુકાના ઉપ પ્રમુખ પંકજભાઈ પટેલ, સહ મંત્રી ધર્મેન્દ્ર સોલંકી, જિલ્લાના સંનિષ્ઠ કાર્યકરો મનોજભાઇ ગુજરાતી, હસનૈન પ્રેસ વાલા, અજયસિંહ વસંતાની, જયકિશન રામાણી, પૃથ્વીકુમાર, પ્રકાશભાઈ લુહાણા, રાજેશભાઈ કદમ, મહેશભાઈ ચૌહાણ, અશોકભાઈ પરમાર, મહેશભાઈ જોષી તથા બીજા અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આ "આક્રોશ પ્રદર્શન" કાર્યક્રમમાં જોડાયા હતા.
પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ગોધરા ચર્ચ પાસે કેન્દ્ર સરકાર ના આ તઘલખી નિર્ણય સામે આક્રોશ વ્યક્ત કરી નારા લગાવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.આજે મળેલ સૌ કાર્યકરોએ આમ આદમી પાર્ટીના "સદસ્યતા જોડો" અભિયાન અને બુથ સમિતિ રચના માટે ચર્ચા વિચારણા કરવામાં આવી અને ગોધરા શહેર અને તાલુકામાં સદસ્યતા જોડો અભિયાન માટે તથા બુથ સમિતિ ની રચના કરવા માટે સૌ ઉપસ્થિત કાર્યકરોએ જવાબદારી લીધી.
મોરવા હડફ તાલુકામાં વિધાનસભાની પેટાચૂંટણી માટે પણ જિલ્લાના ઉપસ્થિત હોદ્દેદારો અને કાર્યકરોએ પાર્ટી તરફથી ચૂંટણી લડાવવી કે કેમ તે અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી જેમાં સૌ કાર્યકરોએ આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડાવવી જોઇએ અને પાર્ટી પોતાનો ઉમેદવાર જાહેર કરે એવી સહમતિ પણ નક્કી કરી.
જિલ્લા પ્રમુખ શ્રી દિનેશ બારીઆ એ ચૂંટણી પછી પાર્ટીમાં જોડાયેલા નવા ૫૦૦ જેટલા સભ્યોને આવકાર આપતો ઠરાવ કર્યો હતો. તેમજ સદસ્યતા અભિયાન ની કામગીરી માટે વિસ્તૃત માહિતી આપી હતી, બુથ સમિતિની રચના માટે સમય સર કામગીરી કરવા માટે જણાવ્યું હતું. તથા મોરવા હડફ તાલુકાની વિધાનસભાની પેટાચૂંટણી લડવા માટેની ચર્ચા કરતા સૌ કાર્યકરોને પ્રચાર પ્રસાર માટે મહેનત કરવા તૈયાર રહેવા જણાવ્યું હતું.
આજે "આક્રોશ પ્રદર્શન" કાર્યક્રમ બાબતે જણાવતાં જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના આવા નિર્ણયો નો વિરોધ કરીને લોકોના માનસ સુધી પહોંચાડીશું અને જણાવીશું કે, લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર લોકોના હિત માટે કામ કરતી સરકારની સત્તાને છીણવવાના હલકી કક્ષાના પ્રયત્નો કરતી કેન્દ્ર સરકાર આમ આદમી માટે, આમ આદમીના કલ્યાણ માટેની કલ્યાણકારી યોજનાઓને રોકવા પ્રયાસ કરે છે જેનો આમ આદમી વિરોધ કરે છે.
દિલ્હી સરકાર "મુખ્યમંત્રી ઘર ઘર રાશન યોજના" નો અમલ કરી રહી છે જેમાં લોકોને પોતાના હક્કનું રાશન ઘરે બેઠા પહોંચાડવાની યોજના બનાવી છે ત્યારે કેન્દ્રની ભાજપ સરકારે તેને અટકાવવા માટે પત્ર લખીને યોજના બંધ કરવા આદેશ આપ્યો છે.
તેથી આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં આદેશને પાછો ખેંચવા કેન્દ્ર સરકારના આ આદેશના વિરોધમાં આક્રોશ પ્રદર્શન આજે કરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લામાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
રિપોર્ટ અજયસિંહ ચૌહાણ પંચમહાલ
No comments:
Post a Comment