રાજકોટ તા. ૨૫ નવેમ્બર - રાજકોટ કલેકટરશ્રી અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને અસંગઠિત બાંધકામ શ્રમયોગીઓ માટે અપાતા ઈ-શ્રમ કાર્ડ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. સરકાર દ્વારા શ્રમિકોને વિવિધ યોજનાકીય લાભો આપવામાં આવે છે ત્યારે વધુનેવધુ શ્રમિકો નોંધણી કરાવે તેમ શ્રી અરુણ મહેશ બાબુએ ઉપસ્થિત સભ્યોને જણાવ્યું હતું.
કલેકટર શ્રી
બાબુએ વધુ ને વધુ શ્રમિકો આ કાર્ડ મેળવે તે માટે જાગૃતિ સેમિનાર, કેમ્પના આયોજન કરવા અંગે સંબંધિત વિભાગને સઘન આયોજન કરવા અનુરોધ કર્યો
હતો.
શ્રમ વિભાગ દ્વારા ઝુંબેશના રૂપે આ કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ વિવિધ સ્થળોએ કેમ્પના ખાસ આયોજન પણ કરવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં ૨૮૭૦૭ શ્રમિકોએ કાર્ડ મેળવ્યા હોવાનું આસિસ્ટન્ટ લેબર કમિશનર શ્રી એ.કે. સિહોરાએ આ તકે માહિતી આપતા જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય
છે કે, શ્રમયોગી કામદારોને વિના મુલ્યે કાર્ડ કાઢી આપવામાં આવે છે. જેમાં શ્રમિકને
યુનિક નંબર આપવામાં આવે છે. જે શ્રમિકો આવકવેરો ભરવા પાત્ર ન હોય કે પી.એફ. ન
કપાતું હોય તેમજ ૧૬ થી ૬૦ વર્ષ વચ્ચેના શ્રમિકો આ કાર્ડ મેળવી શકે છે. આ શ્રમિકોના અકસ્માતમાં મૃત્યુ થાય તો રૂ. ૨
લાખની રકમ મળવા પાત્ર છે. તેમજ અન્ય લાભો પણ મળવા પાત્ર છે.
No comments:
Post a Comment