Breaking

Post Top Ad

Your Ad Spot

Wednesday, November 24, 2021

ઇડરિયો ગઢ આરોહણ-અવરોહણ સ્‍પર્ધામાં ભાગ લેવા ઇચ્‍છતા યુવક-યુવતીઓ તા.૩જી ડિસેમ્‍બર સુધીમાં પોતાની અરજી મોકલી આપે

 


આણંદ – બુધવાર :: રાજયના રમત-ગમત યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને સાબરકાંઠા વહીવટીતંત્રના ઉપક્રમે આગામી જાન્‍યુઆરી-૨૦૨૨માં ઇડર મુકામે રાજયના ૧૪ થી ૧૮ વર્ષના યુવક-યુવતીઓ માટે ઇડરિયો ગઢ આરોહણ-અવરોહણ સ્‍પર્ધા  યોજવામાં આવનાર છે.

        આ સ્‍પર્ધામાં ભાગ લેવા ઇચ્‍છતા સ્‍પર્ધકો ૧૪ થી ૧૮ વર્ષની વય મર્યાદામાં જુનિયર વિભાગમાં ભાગ લઇ શકશે. આ સ્‍પર્ધામાં ભાગ લેવા ઇચ્‍છતા હોય તેવા યુવક-યુવતીઓએ નિયત નમુનાનું ફોર્મ આણંદ-બોરસદ ચોકડી પાસેના જૂના જિલ્‍લા સેવા સદનના ત્રીજા માળે રૂમ નં. ૩૦૭માં આવેલ જિલ્‍લા રમત-ગમત અધિકારીની કચેરી ખાતેથી મેળવી લઇ તા. ૩/૧૨/૨૦૨૧ સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવા આણંદના જિલ્‍લા રમત-ગમત અધિકારીએ એક યાદી દ્વારા જણાવી આ અંગે વધુ માહિતીની જરૂર હોય તો સાબરકાંઠાની જિલ્‍લા રમત-ગમત અધિકારીની કચેરીનો ફોન નં. ૦૨૭૭૨-૨૪૦૧૮૩ ઉપર સંપર્ક કરવા જણાવ્‍યું છે.            

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot