કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાથી નિધન પામેલા મૃતકોને રૂ.૫૦ હજારની સહાય આપવાના નિર્ણયના અમલીકરણના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા કોવિડ મૃતકના પરિવારજનોના બેંક ખાતામાં રૂ.૫૦ હજારની સહાય ચૂકવવાની પ્રક્રિયાનો સાબરકાંઠા જિલ્લામાં પ્રારંભ કરવામાં આવશે. શહેર જિલ્લામાં સહાય મેળવવા માટેના અરજી ફોર્મ વિતરણ શરૂ થઈ ચૂક્યું છે. જે પણ પરિવારમાંથી કોઈ સ્વજનનું કોરોનાને કારણે નિધન થયું હોય તે પરિવાર વળતર મેળવવા માટે અરજી કરી શકે છે. અરજીફોર્મ સાથે નિયત કરવામાં આવેલા જરૂરી પુરાવાઓ જોડવાના રહેશે. મૃતકના વારસદારો જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયત, તાલુકા કક્ષાએ આવેલી મામલતદાર કચેરીઓમાં અરજીફોર્મ મેળવીને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે અરજીફોર્મ જમા કરાવી શકાશે. મૃતકના વારસદારના બેંક ખાતામાં રૂ.૫૦ હજારનું વળતર જમા કરવામાં આવશે. અરજી સાથે રજૂ કરવાના દસ્તાવેજો સહાય મેળવવા માટે અરજી સાથે જરૂરી પુરાવાઓમાં કોવિડ મૃતકના મરણનું પ્રમાણપત્ર, ફોર્મ-૪(હોસ્પિટલમાં મૃત્યુ થયુ હોય તો), ફોર્મ-૪-એ(અન્ય કિસ્સામાં મૃત્યુ થયું હોય તો), RTPCR રિપોર્ટ, આધારકાર્ડ, વારસદારની બેંક ખાતાની વિગત, એક જ વારસદાર હોય તો સાદા કાગળ પર ડેકલેરેશન, એક થી વધુ વારસદાર હોય તો અન્ય વારસદારની સંમતિ સાથેની એફિડેવિટ જોડવાનુ રહેશે
No comments:
Post a Comment