જેમાં મોરવા હડફ તાલુકાની વિધાનસભાની આવનારી પેટાચૂંટણી માટે આયોજન અંગે તાલુકાના આગેવાનો સાથે બેઠક કરી ચર્ચા વિચારણા કરવામાં આવી.
આ બેઠકમાં આમ આદમી પાર્ટી ગુજરાત સેન્ટ્રલ ઝૉન ના સંગઠન મંત્રી શ્રી પ્રોફેસર અર્જુનભાઇ સાહેબ તથા જિલ્લા પ્રમુખ શ્રી દિનેશ બારીઆ તથા જિલ્લા સહમંત્રી રાજેશભાઇ ગાંધી,તાલુકા મહામંત્રી ભાવેશભાઈ બારીઆ ઉપસ્થિત રહ્યા.
મોરવા હડફ તાલુકાના અગ્રણી આગેવાન, કેળવણીકાર એવા પ્રિન્સિપાલ શ્રી રણજીતસિંહજી ચૌહાણ તેઓના ૧૫૦ જેટલા સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાવા સંકલ્પ કર્યો.
જિલ્લા પ્રમુખ શ્રી દિનેશ બારીઆએ પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી વિશે જણાવતાં કહ્યું હતું કે, જિલ્લામાં આમ આદમી પાર્ટી ખુબ મજબૂત રીતે આગળ વધી રહી છે. શિક્ષિત વર્ગ, યુવા વર્ગ પાર્ટીમાં ઉત્સાહ થી જોડાઇ રહ્યા છે. તાજેતરમાં યોજાયેલી જિલ્લા/તાલુકા/નગરપાલિકા ની ચૂંટણીમાં જિલ્લામાં થી ૪૭ ઉમેદવારો આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડ્યાં, નાનું સંગઠન, ઓછી સગવડ અને વ્યવસ્થા છતાં પણ ખુબ મક્કમતાથી અને ઉત્સાહ થી ચૂંટણી લડ્યાં અને લોકો વચ્ચે ગયા ત્યારે લોકોએ દિલથી સ્વિકાર્યા અને ૩૫૦૦૦ થી પણ વધારે મતદારોએ પોતાનો મત આપ્યો એજ મોટી જીત છે એમ જણાવ્યું હતું. જ્યારે મોરવા હડફ તાલુકામાં વિધાનસભાની પેટાચૂંટણી બાબતે જણાવ્યું હતું કે, મોરવા હડફ ની વિધાનસભા બેઠક આપણે જીતી જઇએતો ગુજરાતમાં ઇતિહાસ બનશે, આમ આદમી પાર્ટીની મોરવા હડફ વિધાનસભાની જીત ગુજરાતને પરિવર્તન લાવવા માટે પ્રેરક બનશે.
સેન્ટ્રલ ઝૉન ના સંગઠન મંત્રી શ્રી અર્જુનભાઇ સાહેબે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી મોરવા હડફ તાલુકાની વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્યારે જ ઉમેદવાર ઉભો રાખશે જ્યારે આપણે બુથ લેવલ સુધી સંગઠન ઉભું કરી શકીએ. માટે મિટિંગમાં ઉપસ્થિત ૧૦૦ જેટલાં આગેવાનોને બુથ લેવલ સુધી આમ આદમી પાર્ટીનું સંગઠન બનાવવા આહ્વાન કર્યું હતું. અને સૌ ઉપસ્થિત આગેવાનોને સક્રિય થવા માર્ગદર્શન આપ્યું હતું.
સ્થાનિક આગેવાન શ્રી રણજીતસિંહજી ચૌહાણ સાહેબે પણ સૌ આગેવાનોનો અભિપ્રાય લીધો હતો અને આમ આદમી પાર્ટીમાં જોડાવા સંકલ્પ કર્યો.
ઉપસ્થિત સો જેટલા આગેવાનો પણ આમ આદમી પાર્ટીમાં જોડાવા દિલથી તૈયાર થયા છે. ત્યારે નજીકના દિવસોમાં સેન્ટ્રલ ઝૉનના કાર્યકરોની વડોદરા મુકામે યોજાનારા સંમેલન વખતે ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ગોપાલભાઈ ઇટાલીયાજીની હાજરીમાં તેમના વરદ હસ્તે ટોપી, ખેસ પહેરી આમ આદમી પાર્ટીમાં જોડાવા નિર્ણય કર્યો છે.
આમ આદમી પાર્ટી: પંચમહાલ
બ્યુરો રિપોર્ટ અજયસિંહ ચૌહાણ પંચમહાલ
No comments:
Post a Comment