Breaking

Post Top Ad

Your Ad Spot

Wednesday, March 31, 2021

ઘોઘંબા તાલુકાના પાંચ પથરા ગામે આમ આદમી પાર્ટી દ્વારા સદસ્યતા જોડો અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

ઘોઘંબા તાલુકાના પાંચ પથરા ગામે આમ આદમી પાર્ટી દ્વારા સદસ્યતા જોડો અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો.
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પાંચ પથરા ગામે આજ રોજ જિલ્લા પ્રમુખ શ્રી દિનેશ બારીઆ ની અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટી દ્વારા સદસ્યતા જોડો અભિયાન અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવ્યો.
જેમાં જિલ્લા તથા તાલુકા કક્ષાના હોદ્દેદારો ની ઉપસ્થિતિ રહી અને ઘોઘંબા તાલુકાના દસેક ગામોના કુલ મળી  ૨૫૦ જેટલા કાર્યકરોએ આ કાર્યક્રમમાં હાજરી આપી. અને ૨૦૦ કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા.
આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ, જિલ્લા એસ.ટી સમિતિ ના પ્રમુખ ભાણાભાઈ ડામોર, જિલ્લા એસ.સી સમિતિ ના પ્રમુખ અનિલભાઈ સુતરીયા,  જિલ્લા મિડિયા કન્વીનર કૃણાલભાઇ ચોહાણ, ઘોઘંબા તાલુકા પ્રમુખ નિલેશભાઈ સોલંકી, મોરવા હડફ તાલુકાના પ્રમુખ રણજીતસિંહ ચૌહાણ, ઘોઘંબા તાલુકા કિસાન સમિતિ ના પ્રમુખ ગજેન્દ્રસિંહ ચૌહાણ, ગોધરા તાલુકાના ઉપ પ્રમુખ રમેશભાઇ પરમાર, તથા જિલ્લા એસ.ટી સમિતિ ના નવ નિયુકત મહામંત્રી નાનસિગભાઇ રાઠવા તથા ઘોઘંબા તાલુકાના પાર્ટીના કાર્યકરો જગદિશભાઇ બારીઆ, જગદિશભાઇ પરમાર, દિનેશભાઇ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આજના આ કાર્યક્રમમાં ભાજપ - કોંગ્રેસ ના કેટલાક આગેવાનો પણ હાજર રહ્યા. ઘોઘંબા તાલુકાના એપીએમસી ના પૂર્વ ચેરમેન અર્જુનસિંહ બારીઆ પોતાના ૩૦ જેટલા સમર્થકો સાથે આજની સભામાં હાજરી આપી.
આજની સભાને સંબોધતા જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું હતું કે, હવે ઘોઘંબા તાલુકામાં આમ આદમી પાર્ટી નું સંગઠન મજબુત બનાવીએ અને જનતાના પ્રશ્નો, સમસ્યાઓ જાણીએ અને તેના ઉકેલ માટે જે તે અધિકારીઓ સુધી રજુઆત કરીએ. એમ જણાવતાં વધુ કહ્યું હતું કે, આપણા તાલુકામાં ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓ વધી ગયા છે ત્યારે આમ આદમી પાર્ટી ના કાર્યકરો દ્વારા તમામ પંચાયતોમાં માહિતી અધિકાર અધિનિયમ મુજબ છેલ્લા પાંચ વર્ષનો હિસાબ માંગવામાં આવશે. ઉપસ્થિત યુવાનોને આહવાન કરવામાં આવ્યું હતું કે, એક એક ગામમાં ૧૦- ૧૦ કાર્યકરો આરટીઆઇ એકટ હેઠળ માહિતી માંગો.
આ વિસ્તારમાં સ્થાનિક સમસ્યાઓ ખુબ છે લોકોને પીવાનુ શુદ્ધ પાણી મળતું નથી, કેટલાક ગામોમાં રોડ રસ્તા નથી, સસ્તા અનાજની દુકાન વાળાઓ મહિનામાં બે ત્રણ દિવસ દુકાન ખુલ્લી રાખે છે અને પુરતું અનાજ પણ આપતા નથી આવી અનેક સમસ્યાઓ લોકો ભોગવી રહ્યા છે તે બધી જ બાબતો પર હવે આમ આદમી પાર્ટી નજર રાખશે અને લોકોના ન્યાય માટે લડત આપશે એમ જણાવ્યું હતું.

સ્થાનિક ભ્રષ્ટાચારીઓના ભ્રષ્ટાચાર ને ઉજાગર કરી પોલ ખોલ કાર્યક્રમ પણ ટૂંક સમયમાં ઘોઘંબા તાલુકાના ગામે ગામ જઇને, લોકો વચ્ચે જઇને કરીશું અને લોકોને માહિતગાર કરીશું કે વર્ષોથી આ લોકોએ કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે એ જનતા વચ્ચે જઇને જણાવીશું એમ જણાવ્યું હતું.

આજના આ કાર્યક્રમમાં મોરવા હડફ તાલુકાના તાલુકા પ્રમુખ રણજીતસિંહ ચૌહાણ, જિલ્લા એસ ટી સમિતિના પ્રમુખ ભાણાભાઈ ડામોર, જિલ્લા એસ સી સમિતિ ના પ્રમુખ અનિલભાઈ સુતરીયા, ગોધરા તાલુકાના ઉપ પ્રમુખ રમેશભાઇ પરમારે પણ વ્યક્ત આપ્યું હતું.
કાર્યક્રમ નું સંચાલન સંપતભાઇ રાઠવાએ કર્યું હતું અને આભાર વિધિ નાનસિગભાઇ રાઠવા એ કરી હતી.
કાર્યક્રમ માં ઉપસ્થિત તમામ મહાનુભાવોનું સ્થાનિક કાર્યકરો દ્વારા ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઘોઘંબા તાલુકામાં આમ આદમી પાર્ટી સદસ્યતા જોડો અભિયાન અંતર્ગત ૮૦૦ થી વધારે ફોર્મ ભરાયાં છે. તાલુકામાં થી ૨૫૦૦૦ કાર્યકરો જોડવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે એમ જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ એ જણાવ્યું હતું.

બ્યુરો રિપોર્ટ અજયસિંહ ચૌહાણ પંચમહાલ

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot