Breaking

Post Top Ad

Your Ad Spot

Wednesday, November 24, 2021

આર.ટી.ઓ કચેરી દ્રારા વાહનોના નંબરની ઓનલાઇન હરાજી સીરીઝ GJ09DF ,DE, DG,DJ (2w) અને GJ09BF,BG,BH,BJ,BK(4w) હરાજી

 


સાબરકાંઠાની આર.ટી.ઓ.માં સીરીઝ GJ09DF ,DE, DG,DJ (2w) અને GJ09BF,BG,BH,BJ, BK(4w) માં બાકી રહેલ સિલ્વર અને ગોલ્ડન કેટેગરીના નંબરો માટેની ઇ - ઓક્શન ૧લી ડિસેમ્બર ૨૦૨૧થી શરૂ કરવામાં આવશે. ઇચ્છા ધરાવનાર વાહન માલિકે તેમના વાહનની સેલ તારીખ તથા વિમા તારીખએ બે માંથી જે વહેલુ હોય તે મુજબ દિન-૭માં રજીસ્ટ્રેશન કરાવી વેબ સાઇટ HTT:/Parivahan.gov.in/fancynumber  પર ઓનલાઇન સી.એન.એ કરી ઇ-ઓકસનમાં ભાગ લઈ શકાશે. 

     પ્રક્રિયા તા. ૧ થી ૩ ડિસેમ્બર ૨૦૨૧ સુધી વાહન માલિકોએ પોતે પસંદ કરેલ નંબર માટેની પાયાની રકમ ઓનલાઇન ભરી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તા.  ૦૪ અને ૦૫  ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ પોતે પસંદ કરેલ નંબર માટેની ઓક્શન પ્રક્રિયામાં ભાગ લેવાનો રહેશે. તા. ૬ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ ઇ-ઓક્સનના ફોર્મ અત્રેની કચેરીમાં જમા કરાવવાના રહેશે. વધુમાં સફળ અરજદારો દ્રારા વધારાની ભરપાઇ કરવાની રકમ રસીદ સાથે દિન-૦૫માં  જમા કરાવવાના રહેશે. આ સિવાયની અરજીઓ નામંજૂર કરવામાં આવશે.

      વાહનની સેલ તારીખ અને વિમા તારીખએ બે માંથી જે વહેલુ હોય તે જ અરજદારો પસંદગીના નંબર માટે ૬૦ દિવસ સુધી ઇ-ઓક્સનમાં ભાગ લઈ શકશે.

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot